Cricket/ IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા શાહરૂખ અને પ્રિંતિની ટીમની વધી મુસિબત

હવે આઈપીએલ 2021 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. દરમિયાન, ટીમો માટે એક નવી સમસ્યા ઉભી થઈ છે.

Sports
1 223 IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા શાહરૂખ અને પ્રિંતિની ટીમની વધી મુસિબત

હવે આઈપીએલ 2021 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. દરમિયાન, ટીમો માટે એક નવી સમસ્યા ઉભી થઈ છે. ટીમો વહેલી તકે તેનો ઉકેલ લાવવામાં વ્યસ્ત છે. સૌથી મુશ્કેલ કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે કેકેઆર અને પંજાબ કિંગ્સ માટે છે. એવું માનવામાં આવે છે કે એક થી બે દિવસમાં આ ઉકેલ મળી જશે. IPL 2021 નાં ​​બીજા તબક્કાની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે યોજાશે અને આ માટે ટીમોએ યુએઈ જવાનું શરૂ કરી દીધું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો યુએઈ પહોંચી ગઈ છે, બાકીની ટીમો પણ વહેલી તકે યુએઈ પહોંચી જવાની છે, તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

1 226 IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા શાહરૂખ અને પ્રિંતિની ટીમની વધી મુસિબત

આ પણ વાંચો – Cricket / સિંગાપોરનો આ ક્રિકેટર IPL માં વિરાટ કોહલી સેનાની બનશે તાકાત

આઈપીએલ 14 નાં બીજા તબક્કા પહેલા બીસીસીઆઈએ લગભગ નક્કી કરી લીધું હતું કે ફેઝ વન માં રમી રહેલા તમામ દેશોનાં ખેલાડીઓ આઈપીએલ રમશે. તમામ ક્રિકેટ બોર્ડ સાથે વાત કર્યા બાદ BCCI એ પણ બધાને મનાવી લીધા હતા. પરંતુ આ પછી પણ કેટલાક ખેલાડીઓએ પોતાના કારણોસર આઈપીએલ રમવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં, ટીમોએ તેમની બદલી શોધવી પડશે. KKR તરફથી રમનાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ IPL નાં પહેલા તબક્કામાં રમી રહ્યો હતો, પરંતુ તે હવે રમશે નહીં. એવું કહેવાય છે કે તે IPL દરમિયાન જ પિતા બનવા જઈ રહ્યો છે, તેથી તે IPL નો ભાગ નહીં બને. પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2020 પહેલા હરાજીમાં મોંઘા ભાવે ખરીદ્યો હતો, તે આઈપીએલનો સૌથી મોંઘા વિદેશી ખેલાડીઓમાંનો એક છે. હવે તેની જગ્યા કોણ લેશે, તે હજુ નક્કી નથી. ટૂંક સમયમાં કેકેઆરને પેટ કમિન્સની બદલી શોધવી પડશે.

1 225 IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા શાહરૂખ અને પ્રિંતિની ટીમની વધી મુસિબત

આ પણ વાંચો – Cricket / અફઘાનિસ્તાન ક્રિકેટમાં થયો મોટો ફેરફાર, અઝીઝુલ્લાહ ફઝલી બન્યા કાર્યકારી અધ્યક્ષ

બીજી બાજુ પંજાબ કિંગ્સનાં બે ખેલાડીઓએ પણ આઈપીએલમાં રમવા આવવાની ના પાડી દીધી છે. આ રિલે મેરિડિથ અને ઝાય રિચાર્ડસન છે. આ બંને ખેલાડીઓને આઈપીએલ 2021 પહેલા પંજાબ કિંગ્સ મોંઘા ભાવે લઈ ગયા હતા. જો કે આ બંને ખેલાડીઓ પ્રથમ તબક્કાની તમામ મેચમાં રમી શક્યા ન હોતા, વળી તેમનું પ્રદર્શન પણ કોઇ ખાસ નહોતું. પરંતુ હવે આ બે ખોલાડીઓનાં રમવાના ન હોવાના કારણે ટીમે નવો વિકલ્પ શોધવો પડશે. જોકે, બીસીસીઆઈએ તમામ ટીમોને 20 ઓગસ્ટ સુધીમાં તેમની સંપૂર્ણ ટીમની માહિતી આપવા માટે કહ્યું હતું. ઉપરાંત, રિપ્લેશ ખેલાડીઓની યાદી આપે, જેથી તૈયારીઓને આગળ વધારવામાં આવી શકાય. હવે આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, પરંતુ કેટલીક ટીમો સમસ્યાનો સામનો કરી રહી છે. ટીમોનાં પ્રયાસો ખેલાડીઓને વહેલી તકે ફાઇનલ કરવાના છે. ખેલાડીઓની સંપૂર્ણ યાદી જાહેર થયા બાદ જ ખેલાડીઓની સમગ્ર ટીમ અને બાકીનો સ્ટાફ યુએઈ જવા રવાના થશે.