Bollywood/ ભૂલ ભુલૈયા 3માં જોવા મળશે તૃપ્તિ ડિમરી, કાર્તિક આર્યનની પોસ્ટ થઈ વાયરલ

કાર્તિક આર્યનની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં એક કોયડો છે. આ પઝલ પર અભિનેત્રીની અડધી તસવીર છે, જેમાં તેનો અડધો હસતો ચહેરો દેખાય છે. ફોટોની સાથે લખ્યું છે – ‘એક ચિલિંગ સ્મિત જે દિલમાં ડર જગાવે છે.’ કાર્તિકે ફોટોના કેપ્શનમાં લખ્યું,

Entertainment
YouTube Thumbnail 2024 02 21T172351.935 ભૂલ ભુલૈયા 3માં જોવા મળશે તૃપ્તિ ડિમરી, કાર્તિક આર્યનની પોસ્ટ થઈ વાયરલ

Entertainment News: જ્યારથી કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ને સફળતા મળી છે ત્યારથી લોકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાર્તિકે પોતે આ ફિલ્મ લીધી છે. હવે ફિલ્મના કાસ્ટિંગને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે, જે બોલિવૂડના ચાહકોને થિયેટરોમાં આકર્ષવા માટે પૂરતું છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

તાજેતરમાં જ ખબર પડી કે અક્ષય કુમાર અભિનિત ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની મૂળ મંજુલિકાનું પાત્ર વિદ્યા બાલન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં ફરી પાછી ફરી રહી છે. થોડા સમય પૂર્વે એવા અહેવાલો પણ આવ્યા હતા કે, માધુરી દીક્ષિત પણ ‘ભૂલ ભુલૈયા 3’માં એક પાત્ર ભજવતી જોવા મળશે. હવે કાર્તિક આયર્ને સોશિયલ મીડિયા પર ‘ભૂલ ભૂલૈયા 3’ની ફેમ શેર કરી છે…

કાર્તિક આર્યનની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં એક કોયડો છે. આ પઝલ પર અભિનેત્રીની અડધી તસવીર છે, જેમાં તેનો અડધો હસતો ચહેરો દેખાય છે. ફોટોની સાથે લખ્યું છે – ‘એક ચિલિંગ સ્મિત જે દિલમાં ડર જગાવે છે.’ કાર્તિકે ફોટોના કેપ્શનમાં લખ્યું, ‘આ મેઝને ઉકેલો.’ ફોટોમાં દેખાતી સ્માઈલને જોઈને કહી શકાય કે કાર્તિકે જે અભિનેત્રીનો ફોટો શેર કર્યો છે તે તૃપ્તિ ડિમરી છે.

આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા કાર્તિકે કહ્યું હતું કે તૃપ્તિને કાસ્ટ કરવી કે નહીં તે નિર્માતા નક્કી કરશે. પરંતુ જો તૃપ્તિ તેની સાથે ફિલ્મમાં આવે તો દર્શકોને નવી જોડી મળશે. એનિમલ ફિલ્મમાં રણબીર અને તૃપ્તિની જોડી સારી જોવા મળી હતી. બંનેની કેમિસ્ટ્રીની ખૂબ ચર્ચા થઈ હતી.  આશિકી 3નું તો હાલ કહી શકાય એમ નથી પરંતુ ભીલ ભૂલૈયા 3માં તૃપ્તિ ડિમરીને જોઈ શકવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી