ફરિયાદ/ સમગ્ર વિશ્વમાં ટ્વિટર થયુ ડાઉન, એેક્સેસ કરવામાં લોકોને પડી રહી છે તકલીફ

વિશ્વનાં ઘણા વિસ્તારોમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ડાઉન હોવાના અહેવાલો સામે આવ્યા છે. મોટાભાગનાં લેપટોપ અને ડેસ્કટોપ યુઝર્સ હાલમાં ટ્વિટરને એક્સેસ કરવામાં અક્ષમ છે.

Top Stories Tech & Auto
11 6 સમગ્ર વિશ્વમાં ટ્વિટર થયુ ડાઉન, એેક્સેસ કરવામાં લોકોને પડી રહી છે તકલીફ

વિશ્વનાં ઘણા વિસ્તારોમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ડાઉન હોવાના અહેવાલો સામે આવ્યા છે. મોટાભાગનાં લેપટોપ અને ડેસ્કટોપ યુઝર્સ હાલમાં ટ્વિટરને એક્સેસ કરવામાં અક્ષમ છે. ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે તેઓ સાઇટની ઘણી સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી.

11 7 સમગ્ર વિશ્વમાં ટ્વિટર થયુ ડાઉન, એેક્સેસ કરવામાં લોકોને પડી રહી છે તકલીફ

મોંઘવારીનો માર / અમુલ બાદ બરોડા ડેરીએ પણ દૂધનાં ભાવમાં કર્યો વધારો, જાણો કેટલો થયો વધારો

ડાઉનડેક્ટર મુજબ ગુરુવારે સવારે 7:03 વાગ્યે ટ્વિટર યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વેબસાઇટ અનુસાર, અત્યાર સુધી 6 હજારથી વધુ યુઝર્સે ટ્વિટર પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. દેખીતી રીતે આ સમસ્યા ટ્વીટ થ્રેડ સાથે થઈ રહી છે. અહેવાલો મુજબ થ્રેડ લોડ થઇ રહ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક યુઝર્સનું કહેવુ છે કે તેઓ કોઈની પ્રોફાઇલને યોગ્ય રીતે જોઈ શકતા નથી, જ્યારે કેટલાક ફરિયાદ કરે છે કે તેમના દ્વારા ફીડ અપલોડ થઇ રહી નથી. જો કે, મોબાઇલ યુઝર્સ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા નથી. એરર મેસેજમાં “Something went wrong, try reloading” લખેલુ આવી રહ્યુ છે. વેબસાઇટ ડાઉનનો અહેવાલ આપતી વેબસાઇટ ડાઉનડેક્ટરનાં જણાવ્યા અનુસાર, આ સમસ્યા ભારતીય સમય મુજબ સવારે 7:03 વાગ્યાથી સામે આવી રહી છે.

11 8 સમગ્ર વિશ્વમાં ટ્વિટર થયુ ડાઉન, એેક્સેસ કરવામાં લોકોને પડી રહી છે તકલીફ

યુરોપિયન યુનિયન / ભારતે યુરોપિયન સંઘના સભ્યો દેશોને કહ્યું કે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી સ્વીકારે

આપને જણાવી દઇએ કે, વેબસાઇટ અનુસાર, 6,000 થી વધુ યુઝર્સ રાતથી જ ટ્વિટરની આ સમસ્યા અંગે ફરિયાદ કરી રહ્યા છે. આમાંથી, 93% ફરિયાદો ટ્વિટર વેબસાઇટ વિશે છે. અત્યારે તે સ્પષ્ટ નથી થઈ રહ્યું કે આ સમસ્યા ટ્વિટરમાં શા માટે આવી રહી છે. ટ્વિટર સપોર્ટ દ્વારા લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે જે લોકો અગાઉ પ્રોફાઇલ જોઈ શકતા ન હોતા તે હવે તે જોઈ શકે છે. પ્રોફાઇલ લોડ થવાની સમસ્યા નિશ્ચિત કરવામાં આવી છે. જો કે થ્રેડ અપલોડ અને અન્ય સમસ્યાઓ હજી પણ ચાલુ છે. કંપનીનું કહેવું છે કે સપોર્ટ ટીમ તેના પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે.

મોંઘવારીનો માર / દૂધ બાદ હવે LPG ઘરેલું ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો, જાણો કેટલી થઇ કિંમત

છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્વિટર સતત વિવાદોમાં બની રહ્યું છે. ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે પહેલાથી ઘણા વિવાદો ચાલી રહ્યા હતા. આ વચ્ચે હવે ટ્વિટર પર એક અન્ય વિવાદને વેગ મળ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને તેની વેબસાઇટ પર અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યો છે. ‘Tweep Life’ વિભાગ પર બતાવેલા નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવામાં આવ્યુ છે. જો સૂત્રોનું માનીએ તો ભારત સરકાર દેશનાં ખોટા નકશાને બતાવવા માટે ટ્વિટર પર કડક કાર્યવાહી કરી શકે છે.

Footer સમગ્ર વિશ્વમાં ટ્વિટર થયુ ડાઉન, એેક્સેસ કરવામાં લોકોને પડી રહી છે તકલીફ