અકસ્માત/ પોરબંદર માં બેકાબુ બનેલી કારનો ભોગ બન્યા બે માસૂમ બાળકો, ચાલક થયો ફરાર

ગોજારી ઘટના પોરબંદર પાસેના દેગામ ગામ નજીકથી સામે આવી રહી છે. જેમાં ઇનોવા કારે ટક્કરે મારતાં બે બાળકોના મોત નીપજ્યાં છે….

Gujarat Others
પોરબંદર

માર્ગ અકસ્માતની સંખ્યાઓમાં સમગ્ર રાજ્યમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. દરરોજ અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ રાજ્યમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. આવા સમયે હાલમાં વધુ એક ગોજારી ઘટના પોરબંદર પાસેના દેગામ ગામ નજીકથી સામે આવી રહી છે. જેમાં ઇનોવા કારે ટક્કરે મારતાં બે બાળકોના મોત નીપજ્યાં છે.

a 138 પોરબંદર માં બેકાબુ બનેલી કારનો ભોગ બન્યા બે માસૂમ બાળકો, ચાલક થયો ફરાર

આ પણ વાંચો :દયાળ ગ્રામ પંચાયત કચેરીની ઓફીસ શ્રમિક મજૂરોના વસવાટના આવાસમાં ફેરવાઈ..!!

મળતી માહિતી અનુસાર,પોરબંદરથી 8 કિલોમીટર દૂર આવેલ દેગામ ગામ પાસે આ ઘટના બની હતી. ગામના ચામુંડા મંદિર પાસે સવારે ભાઈ-બહેનો શેરી શિક્ષણ માટે નીકળ્યા હતા. 14 વર્ષની આરતી રમેશભાઈ ગોહેલ તેના પિતરાઈ ભાઈ મીત ગોહેલને લઈને શેરી શિક્ષણ માટે નીકળી હતી. આ સમયે રોડ પર સામેથી GJ-01-HS-0188 નંબરની ઈનોવા કાર તેમની તરફ ધસી આવી હતી. ત્યારે કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ભાઈ-બહેનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

a 136 પોરબંદર માં બેકાબુ બનેલી કારનો ભોગ બન્યા બે માસૂમ બાળકો, ચાલક થયો ફરાર

આ ગોજારી ઘટના બનતાની સાથે જ ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા તેમજ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને બંનેના મૃતહેદનું પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત સર્જનાર કાર પુરઝડપે આવી રહેલ કારે બન્ને બાળકોને અડફેટે લઈ કાર એક ખેતરની દીવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. જો કે, કાર ચાલક ભાગી છૂટ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

a 137 પોરબંદર માં બેકાબુ બનેલી કારનો ભોગ બન્યા બે માસૂમ બાળકો, ચાલક થયો ફરાર

આ પણ વાંચો :સુરેન્દ્રનગર સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘીના ઉત્પાદનની શરૂઆત કરાઇ

ગુજરાતમાં અકસ્માતની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે મહત્વનું છે કે  હજુ ગઇકાલે જ અમરેલના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રકડ્રાઇવરની એક ભૂલે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વધુ એક ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસે બનતા બે બાળકોના મોત નિપજ્યા છે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ જતા પોલીસ કાર ચાલકને શોધવા તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં હિંન્દુ મંદિરો પર હુમલો કરનારને કડક સજા અપાવવાની માંગ સાથે આર્ય રાષ્ટ્રસેનાએ આવેદન પાઠવ્યું

આ પણ વાંચો :તહેવારો દરમિયાન એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે