Ahmedabad/ બાપુનગરમાં ખુલ્લી તલવાર વડે બે ઇસમોએ આતંક મચાવ્યો,બાઇકમાં કરી તોડફોડ

બાપુનગર પોલીસ મથકમાં મહેબૂબ શેખ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે તેમના વિસ્તારમાં રહેતા મોઇન ખાન પઠાણ અને સમીર ખાન પઠાણ કે જે બંને એકબીજાના ભાઈઓ છે. તેઓ તેમની પાસે આવ્યા હતા. અને બંનેને બહાર જવું હોવાથી મહેબૂબ ભાઈ પાસેથી બાઈકની ચાવી માંગી હતી.

Ahmedabad Gujarat
a 282 બાપુનગરમાં ખુલ્લી તલવાર વડે બે ઇસમોએ આતંક મચાવ્યો,બાઇકમાં કરી તોડફોડ

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદના બાપુ નગર વિસ્તારના સુન્દરમ નગર ખાતે નજીવી બાબતમાં બે ઈસમોએ ઘાતક હથિયારો વડે એક યુવક પર હુમલો કર્યો હતો. જેમાં યુવકને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. બંને અસામાજિક તત્વોએ હાથમાં તલવાર રાખીને ભારે હંગામો મચાવ્યો હતો અને યુવકની સ્પ્લેન્ડર બાઈક પર તલવારના ફટકા મારીને બાઇકને નુકશાન પહોંચાડીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

બાપુનગર પોલીસ મથકમાં મહેબૂબ શેખ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે કે તેમના વિસ્તારમાં રહેતા મોઇન ખાન પઠાણ અને સમીર ખાન પઠાણ કે જે બંને એકબીજાના ભાઈઓ છે. તેઓ તેમની પાસે આવ્યા હતા. અને બંનેને બહાર જવું હોવાથી મહેબૂબ ભાઈ પાસેથી બાઈકની ચાવી માંગી હતી. જોકે, મહેબુબભાઈએ બાઈકની ચાવી ન આપતા બંને ભાઈઓ તેમના પર ઉશ્કેરાઈ ગયા હતા.અને તેમની જોડે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન મોઇન ખાને ક્યાંકથી તલવાર લઈને આવ્યો હતો અને મહેબૂબ ભાઈને તલવાર દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ ગુસ્સામાં લાલધૂમ મોઇન ખાને મહેબૂબ ભાઈની સ્પેલન્ડર બાઇકમાં તલવારના અનેક ફટકા મારીને તોડફોડ પણ કરી હતી.

મહેબૂબ ભાઈએ બાપુનગર પોલીસ મથકમાં મોઇન ખાન અને સમીર ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બને વિરુદ્ધ આઇપીસી ની કલમ 323,294(b),506(2),427,114 અને ગુજરાત પોલીસ એક્ટ ની કલમ 135(1) નો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો