મહેસાણા/ સતલાસણા હાઈવે પર બાઈકને બચાવવા જતાં કાર કુવામાં ખાબકી, બે લોકોના મોત

સ્કોર્પિયો કૂવામાં ખાબકતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અંધારુ થઈ જતાં બચાવ કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી હતી.

Gujarat Others
કૂવામાં

ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. કોઈની બેદરકારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના મહેસાણાના સતલાસણા ખાતે કોલેજ પાસેની પટેલવાડી નજીકથી સામે આવી છે. જયાં એક કાર ચાલકે બાઇક ચાલકને બચાવવા જતાં કાર પરથી કાબૂ ગુમાવ્યો અને કાર જઈને કૂવામાં ખાબકી હતી. આ કારમાં 8 લોકો સવાર હતા. જેમાંથી બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે છ લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામઆ આવ્યા છે.

a 330 સતલાસણા હાઈવે પર બાઈકને બચાવવા જતાં કાર કુવામાં ખાબકી, બે લોકોના મોત

આ પણ વાંચો :પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થતાં 3 લોકોના ઘટનાસ્થળે મોત

આ મામલે મળતી માહિતી અનુસાર, સતલાસણા તાલુકાના ભાણાવાસનો પરિવાર સ્કોર્પિયો કાર લઈને સતલાસણા તરફ આવી રહ્યો હતો ત્યારે સતલાસણાની કોલેજ પાસે હાઈવે પર આવેલી પટેલવાડી નજીક બાઈક વચ્ચે આવી જતાં કારના ડ્રાઈવરે બાઈકસવારોને બચાવા પ્રયાસ કરતાં બીજી તરફ આવેલા કૂવામાં ગાડી ખાબકી હતી. સ્કોર્પિયો કૂવામાં ખાબકતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અંધારુ થઈ જતાં બચાવ કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી હતી. ગાડીમાં બેઠેલા આઠ લોકો પૈકી આઠ માસના બાળક અને વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે અન્ય છ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

a 329 સતલાસણા હાઈવે પર બાઈકને બચાવવા જતાં કાર કુવામાં ખાબકી, બે લોકોના મોત

આ પણ વાંચો : સુરત કડોદરા GIDCમાં લાગી આગ એક કર્મચારીનું મોત, 15થી વઘુ કર્મચારીઓ દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયા

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ક્રાઈનની મદદથી સ્કોર્પીયોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે વડનગર સિવિલ હોસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

a 328 સતલાસણા હાઈવે પર બાઈકને બચાવવા જતાં કાર કુવામાં ખાબકી, બે લોકોના મોત

મૃતકોની વાત કરીએ તો દોઢ વર્ષના યશરાજસિંહ ચૌહાણ અને જળીબા ચંદરસિંહ વઘારે બંને રામગરના રહેવાસી છે. જ્યારે ભડાવાસના રહેવાસી ચૌહાણ ઇશ્વર સિંહ કનોસિંહ, ચૌહાણ ગજુસિંહ ચૌહાણ સોનલબા દગુસિંહ, રણજિત સિંહ દુગસિંહ ચૌહાણ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો :કાશ્મીરમાં આતંકવાદીઓએ છેલ્લા એક મહિનામાં 11 નાગરિકોની કરી હત્યા

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં ફૈઝાબાદની પાસે ભૂકંપના આંચકા અનુભવાયા

આ પણ વાંચો : રાજયમાં આવતા અઠવાડિયાથી ઠંડીનો ચમકારો વધશે, દિવાળી સુધીમાં જામશે શિયાળો