Bird-flu/ ગુજરાતમાં વધુ બે જીલ્લામાં બર્ડ ફ્લુનો ખતરો

ગુજરાતમાં વધુ બે જીલ્લામાં બર્ડ ફ્લુનો તોળાતો ખતરો

Top Stories Gujarat Others
dabeli 20 ગુજરાતમાં વધુ બે જીલ્લામાં બર્ડ ફ્લુનો ખતરો

ગુજરાત રાજ્યમાં કોરોના એક બાજુ નામશેષ  થવા જઈ રહ્યો છે.  ત્યારે બીજી બાજુ બર્ડ ફ્લુ દસ્તક દઈ રહ્યો છે. રાજ્યના અનેક જીલ્લામાં બર્ડ ફ્લુ સામે આવ્યા બાદ વધુ બે જીલ્લામાં બર્ડ ફ્લુનો ખતરો તોળાઈ રહ્યો છે.  ભાવનગરના મહુવા ખાતે બર્ડ ફ્લુ પોઝીટીવ આવ્યો છે. સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં મૃત પક્ષી મળી આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના માલવણમાં 8 ચકલીઓ મૃત હાલતમાં મળી આવી છે. બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે મૃત ચકલીઓ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઇ છે. તો વન વિભાગની ટીમે મૃત ચકલીના નમૂના લીધા  છે. અને આ નમૂના પશુ રોગ સંશોધન કેન્દ્ર ખાતે મોકલાયા છે. હવે તેના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.

તો બીજી બાજુ ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લુનો પ્રથમ પોઝિટિવ કેસ  સામે આવ્યો છે. મહુવાના ગુંદરણા ગામે મરઘાનો પોઝિટિવ કેસ આવ્યો છે. ગુંદરણા ગામે મરઘાના ટપોટપ મોત થયા હતા. પશુપાલન વિભાગે નમૂના લઈ ભોપાલ મોકલ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલ્ટ્રી ફાર્મ માલિકોમાં ચિંતામાં મુકાયા છે.

Business / શાળા શરૂ થતાં પૂરક ધંધાને ગતિ મળશે, અંદાજે 1 હજાર કરોડનો ધંધો મળી રહેશે

કૃષિ આંદોલન / ખેડુતોનું આંદોલન પાછું ખેંચનારા વી.એમ.સિંઘ અને મેનકા ગાંધી વચ્ચે શું સંબંધ છે ?

Surat / નિવૃત ASIના પુત્રોએ પેરોલ પર છૂટી માંગી 30 લાખ રૂપિયાની ખંડણી

Jamnagar / ભયનો માહોલ, ટીના પેઢડીયા પર આજે સવારમાં  ફાયરિંગ

Weather / રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયા ઠંડુગાર, સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન

Morbi / માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, વહેલી સવારમાં ચાર લોકોને કાળ ભેટ્યો

Delhi violence case / લાલ કિલ્લા પર હિંસામાં ઘાયલ થયેલ મહિલા કોન્સ્ટેબલે કહ્યું ડરામણું વાતાવરણ હતું

 

https://youtu.be/eHxHEk8Vcp8

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…