Accident/ મહેસાણમાં પુરપાટ ઝડપે આવતી કાર 2 મહિલાઓ માટે બની કાળ, ટક્કર મારતા બંનેના મોત

આ જ રીતે એક ગોઝારા અકસ્માતનો કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. મહેસાણામાં ડાભલા ચાર રસ્તા પર પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારની અડફેટે ૨ મહિલાઓના મોત થયા છે.

Gujarat Others
a 295 મહેસાણમાં પુરપાટ ઝડપે આવતી કાર 2 મહિલાઓ માટે બની કાળ, ટક્કર મારતા બંનેના મોત

કોરોના કાળમાં એક બાજુ લોકો આ વાયરસના કારણે પોતાના જીવ તો ગુમાવી જ રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં થઇ રહેલા અકસ્માતની ઘટનાઓમાં લોકોના મોત થઇ રહ્યા છે, જેમાં બેફામ ડ્રાઈવિંગ કે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવાના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે, જેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે.

આ જ રીતે એક ગોઝારા અકસ્માતનો કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે. મહેસાણામાં ડાભલા ચાર રસ્તા પર પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારની અડફેટે ૨ મહિલાઓના મોત થયા છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ, બુધવારે જીલ્લાના ડાભલા ચાર રસ્તા પરથી પસાર થઇ રહી હતી, ત્યારે આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે તેમને અડફેટમાં લેતા મહિલાઓને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો