રખડતા શ્વાનો આતંક/ ઈડરમાં હડકાયા શ્વાનનો બે વર્ષના બાળક પર હુમલો, આવ્યા 80 ટાંકા

ઈડર તાલુકાના ગોરલ ગામે 2 વર્ષના બાળકને શ્વાને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો છે. બાળકને શ્વાને હુમલો કરતા માતાએ આખરે બે પગ ખેંચીને બાળકને શ્વાનના મોંઢામાંથી છોડાવી લઈને બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

Top Stories Gujarat Others
ઈડર

ઈડર તાલુકામાં હડકાયા શ્વાને બે વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. હડકાયા શ્વાનના મોઢામાંથી માતાએ બે વર્ષના દીકારાને બચાવ્યો હતો. દીકરાને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિલમાં ખસેડાયો હતો. ગંભીર ઈજાથતા બે વર્ષીય બાળકને મોઢાના ભાગે 80થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. ચાર દિવસ પહેલા હડકાયા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર,ગોરલમાં બે શ્વાન હડકાયા થયા પછી તેમનો આંતક વધી ગયો હતો. તે હડકાયા શ્વાને બે બાળકો સહિત ત્રણ પર હુમલો કરી ઈજાઓ કરી હતી. ગત ગુરુવારે સાંજે પડિકું લઈને ઘરે આવતા સમયે માતા નસરીન ઈમરાનભાઈ મનસુરી સાથે બે વર્ષીય દીકરો ઈજ્હાન પા-પા પગલી કરતો હતો. આ દરમિયાન બે હડકાયા શ્વાને બાળક ઉપર હુમલો કરી મોઢાનો ભાગ પકડી લીધો હતો. તો માતાએ હિંમત રાખીને હડકાયા શ્વાનના મોઢામાંથી પોતાના દીકરાના બે પગ ખેંચી તેને બચાવી લીધો હતો. ત્યારે બુમાબુમ થઈ જતાં આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

બાળકને ઈજાને લઈ સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા પ્રાથમિક સારવાર આપ્યા બાદ શનિવારે ઓપરેશન કરી ઘાને પૂરવામાં આવ્યા હતા. આ પહેલા પ્રાથમિક સારવાર દરમિયાન બાળકને ગંભીર ઈજાઓ હોઈ તે દરમિયાન જીવના જોખમને ઘટાડવા માટે તબિબોએ પ્રયાસ કર્યો હતો. હાલ બાળકને ઈડરમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના દુધાપુર ગામે સાંજના સમયે એક સાથે જેટલા લોકો પર શ્વાનને હુમલો કર્યોને ઘટના સામે આવી હતી. વાડીએ રહેતા પરિવાર અને તેમના મજુર પર શ્વાનને હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
શ્વાન દ્વારા બે બાળકો, એક વૃદ્ધ મહિલા તેમજ અન્ય એક બે પરપ્રાંતિય લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ તો તમામ ઈજગ્રસ્તોને જામનગરની હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, સુરતમાં સરેરાશ રોજ 40 લોકોને શ્વાન કરડવાની ઘટના બની રહી છે, શ્વાનના વધતા આતંકના કારણે અલાયદો વોર્ડ પણ ઉભો કરવો પડ્યો છે. માત્ર એક જ મહિનામાં 1205 શ્વાનના બચકાં ભરવાના કેસ નોંધાયા છે. સુરત સિવાય રાજકોટ, મહેસાણા વડોદરા અને જામનગરમાં પણ આ પ્રકારના કિસ્સા બની રહ્યા છે જેને જોતા આગામી દિવસોમાં આ પ્રકારની ઘટનાઓના પડઘાં ગાંધીનગર સુધી પડી શકે છે.

આ પણ વાંચો:ગુજરાતના આ જિલ્લામાં 2 વર્ષમાં આવ્યા ભૂકંપના 400 ‘આંચકા’

આ પણ વાંચો:ગારિયાધારની સીમમાં દીપડાએ બે ખેતમજૂરો પર કર્યો હુમલો, ખેડૂતોમાં ખેતરે જવા ભય

આ પણ વાંચો:કૃષ્ણનગરમાં પડોશીએ પ્રેમસંબંધ બાંધવા કર્યું દબાણ, તો પરિણીતાએ કર્યો આપઘાત

આ પણ વાંચો:રાજુલામાં ખાનગી કંપનીમાં આવેલા મોલમાં ઘૂસ્યો વનનો રાજા, જુઓ વીડિયો