અકસ્માત/ અમદાવાદ-ખેડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત,3 ઇજાગ્રસ્ત

રાજ્યમાં અકસ્માતના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, વાહન ચાલકો બેફામ વાહન હંકારતા હોવાથી અને ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માત સર્જાય છે

Top Stories Gujarat
17 અમદાવાદ-ખેડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત,3 ઇજાગ્રસ્ત
  • અમદાવાદ ખેડા હાઇવે પર અકસ્માત
  • બે યુવાનોના મોત, ત્રણ યુવાન ઘાયલ
  • બંને મૃતકો તેમજ ઘાયલો જમાલપુર વિસ્તારના રહેવાસી
  • ઇજાગ્રસ્તોને VS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

રાજ્યમાં અકસ્માતના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, વાહન ચાલકો બેફામ વાહન હંકારતા હોવાથી અને ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહન હંકારતા હોવાથી અકસ્માત સર્જાય છે. આજે અમદાવાદ ખેડા હાઇવે પર ગમખ્વાર અક્સમાત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં અમદાવાદના બે યુવાનોના મોત નિપજ્યા છ. આ બે યુવાનો જમાલપુર વિસ્તારના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં અનેય 3 યુવાનો ઘાયલ થયો છે તેમને સત્વરે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અક્સમાત થયો હતો આજુબાજુના લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી,અકસ્માતની જાણ થતાં પોલીસ સત્વરે ઘટનાસ્થળે પોહંચી હતાી. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.