નિર્ણય/ પાકની પીડા..!! UAE દ્વારા પાકિસ્તાન સહિત 12 દેશોના મુસાફરોને વિઝા આપવાની મનાઈ, ભારતીયોને સંમતિ

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ જણાવ્યું છે કે યુએઈએ પાકિસ્તાન સહિત 12 દેશો માટે નવા મુસાફરી વિઝા અસ્થાયી ધોરણે સ્થગિત કરી દીધું છે.

Top Stories World
અવિશ્વાસ પાકિસ્તાનમાં વિરોધ પક્ષોએ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ પાકિસ્તાન અને અન્ય 11 દેશોના મુલાકાતીઓને નવા વિઝા આપવાનું કામચલાઉ રૂપે અટકાવ્યું છે. ભારત આ 12 દેશોમાં નથી. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર મુજબ, પાકિસ્તાનની વિદેશી કચેરીએ બુધવારે સમાચારોની પુષ્ટિ કરતાં કહ્યું કે યુએઈના અધિકારીઓએ લીધેલ નિર્ણય દેશના કોરોના વાયરસના બીજી લહેર સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ જણાવ્યું છે કે યુએઈએ પાકિસ્તાન સહિત 12 દેશો માટે નવા મુસાફરી વિઝા અસ્થાયી ધોરણે સ્થગિત કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે આ જાહેરાત પહેલાથી જારી કરેલા વિઝા માટે લાગુ નહીં પડે.

પાકિસ્તાન ઉપરાંત યુએઈ સરકારે તુર્કી, ઈરાન, યમન, સીરિયા, ઇરાક, સોમાલિયા, લિબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનમાં અન્ય લોકો માટે મુસાફરી વિઝા આપવાનું સ્થગિત કરી દીધું છે. યુએઈ સરકારનો આ નિર્ણય પાકિસ્તાનમાં અને અન્ય દે૪શ્મ વધી રહેલા કોવિડ -19 કેસને કારને લેવામાં આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં કોરોના વાયરસના 2 હજાર નવા કેસ નોંધાયા છે.

જૂનના પ્રારંભમાં, યુએઈએ કોરોનાના વધતા જતા કેસોને જોતાં પાકિસ્તાનમાં મુસાફરોની સેવાઓ હંગામી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોવિડ -19 ના કુલ 3,63,380 કેસ નોંધાયા છે. દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 30,362 છે.