Ola-Uber/ મન ફાવે તેટલું ભાડું વસૂલતી ઉબેર, રેપિડો અને ઓલા પર કર્ણાટકમાં પ્રતિબંધ

કર્ણાટકમાં ગ્રાહકોને લૂંટવાનું ઉબેર, રેપિડો અને ઓલા જેવી કંપનીઓને ભારે પડી ગયું છે. તેમના ઊંચા ભાડા સામે લોકોના ભારે વિરોધના પગલે કર્ણાટક સરકારે હવે ઉબેર, રેપિડો અને ઓલા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

Top Stories India
Ola Uber Rapido મન ફાવે તેટલું ભાડું વસૂલતી ઉબેર, રેપિડો અને ઓલા પર કર્ણાટકમાં પ્રતિબંધ
  • લોકોએ ઊંચા ભાડા સામે વિરોધ કરતાં સરકારે લીધો નિર્ણય
  • બે કિ.મી. પ્રવાસ માટે પણ કેબ સર્વિસ 100 રૂપિયા લેતી હતી
  • સરકારના આદેશનું પાલન ન કરનારી કંપની અને કર્મચારી સામે કેસ કરાશે

કર્ણાટકમાં ગ્રાહકોને લૂંટવાનું ઉબેર, રેપિડો અને ઓલા જેવી કંપનીઓને ભારે પડી ગયું છે. તેમના ઊંચા ભાડા સામે લોકોના ભારે વિરોધના પગલે કર્ણાટક સરકારે હવે ઉબેર, રેપિડો અને ઓલા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેના બદલે રિક્ષા ડ્રાઇવરોએ નમ્મા સર્વિસ નામની કેબ સર્વિસ એપ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી નવેમ્બરે કન્નડ રાજ્યોત્સવ દિવસથી તેનો પ્રારંભ થશે. આ એપને ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નિલેકણીનું સમર્થન છે.

મુસાફરો દ્વારા ફરિયાદ કરતા આ પગલું લેવામાં આવ્યું છે. વાહનવ્યવહાર વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી કે કેબ કંપનીઓ 2 કિમીથી ઓછું અંતર હોય તો પણ લઘુત્તમ ભાડું 100 રૂપિયા વસૂલે છે. સરકારની ગાઈડલાઈન મુજબ 2 કિમી સુધીના ઓટોનું મહત્તમ ભાડું 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ પછી દરેક કિમી માટે 15 રૂપિયા વસૂલવામાં આવશે.

ઓલા, ઉબેર અને રેપિડોનું વર્ચસ્વ પૂરું કરવા તત્કાલીન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સ્વતંત્ર એપ શરૂ કરવાની વાત કરી હતી. જો કે, થોડા દિવસ પછી જ સરકારે નિર્ણય લેવાની મનાઈ કરી હતી. હાલની સરકારે વધારાનું ભાડું લેતા ઓલા-ઉબર પર પ્રતિબંધ લગાવ્યો છે. નિર્ણયનું પાલન ન કરવા પર કંપની અને કર્મચારી પર કેસ દાખલ કરવામાં આવશે.

બેંગલુરુમાં રિક્ષા ડ્રાઈવર યુનિયનના અધ્યક્ષ રુદ્રમૂર્તિનું કહેવું છે કે ઓલા, ઉબર જેવી કંપનીઓ ડ્રાઈવરનું શોષણ કરતી આવી છે. મુસાફરો સાથે પણ મનમાની કરી છે. આથી તેના પ્રતિબંધને અમે આવકારીએ છીએ. મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તેના માટે અમે એપ સર્વિસ લોન્ચ કરવા જઈ રહ્યા છે. નમ્મા યાત્રી એપનું ભાડું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફી મુજબ હશે. બીજી તરફ કર્ણાટકમાં આજથી ઓલા, ઉબેર અને રેપિડોની ઓટો સર્વિસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.