Putin's arrest warrant/ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડ વોરંટ મામલે યુક્રેને વ્યક્ત કરી ખુશી, નિર્ણયને આવકાર્યો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ વ્લાદિમીર પુતિન સામે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પગલાનું સ્વાગત કર્યું છે

Top Stories World
12 11 રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડ વોરંટ મામલે યુક્રેને વ્યક્ત કરી ખુશી, નિર્ણયને આવકાર્યો

Putin’s arrest warrant:   યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ વ્લાદિમીર પુતિન સામે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પગલાનું સ્વાગત કર્યું છે. ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટને શરૂઆત ગણાવી છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે શુક્રવારે (17 માર્ચ) યુક્રેનમાં (Putin’s arrest warrant) કાર્યવાહી માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોમાંથી લોકો (ખાસ કરીને બાળકો)ના કથિત ગેરકાયદેસર સ્થાનાંતરણના યુદ્ધ અપરાધ માટે જવાબદાર છે.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે રશિયામાં બાળકોના અધિકારોના કમિશનર (Putin’s arrest warrant) મારિયા અલેકસેવેના લ્વોવા-બેલોવા સામે પણ સમાન આરોપો પર વોરંટ જારી કર્યું છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રશિયન પ્રમુખ અન્ય લોકોને બાળકોને દેશનિકાલ કરતા રોકવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. એક દિવસ અગાઉ, યુએન-સમર્થિત તપાસ પંચે રશિયા પર યુક્રેનમાં વ્યાપક યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો હતો. જેમાં તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં બાળકોને બળજબરીથી દેશનિકાલ કરવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

પડોશી યુક્રેનમાં યુદ્ધ દરમિયાન તેના સુરક્ષા દળોએ (Putin’s arrest warrant) અત્યાચાર કર્યા હોવાના આરોપોને મોસ્કોએ વારંવાર નકારી કાઢ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે ધરપકડ વોરંટ અર્થહીન છે. મારિયા ઝખારોવાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયોનો આપણા દેશ માટે કોઈ અર્થ નથી.  યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 13 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેને રશિયા પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કેઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (Putin’s arrest warrant) યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન માટે ધરપકડ વોરંટ જારી કર્યા છે. કોર્ટ કહે છે કે રશિયન રાષ્ટ્રપતિ યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોમાંથી રશિયન ફેડરેશનમાં લોકો (ખાસ કરીને બાળકો)ના ગેરકાયદેસર સ્થાનાંતરણના યુદ્ધ અપરાધ માટે કથિત રીતે જવાબદાર છે. રશિયાએ તેના પાડોશી યુક્રેન દ્વારા કરવામાં આવેલા આવા અત્યાચારના આરોપોને વારંવાર ફગાવી દીધા છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ (Putin’s arrest warrant) કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર-2એ પુતિન(warrant) સહિત બે વ્યક્તિઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. તેમાંથી બીજું નામ મારિયા અલેકસેવેના લ્વોવા-બેલોવાનું છે. કોર્ટે નોંધ્યું હતું કે 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ રશિયાના આક્રમણની શરૂઆતથી યુક્રેનના કબજા હેઠળના પ્રદેશમાં કથિત રીતે ગુનાઓ આચરવામાં આવ્યા હતા.

submarines/ફ્રાન્સે ભારતને પરમાણુ સબમરીન બનાવવાની ઓફર કરી, ચીન ફરી ઉશ્કેરાયું