Not Set/ સગા કાકાના દીકરાએ છરી ધા મારી યુવકને ઉતારો મોતને ઘાટ

આજના હળાહળ કળયુગમાં ભાઇઓ-ભાઇઓ વચ્ચે જમીનના ઝઘડા ક્યારેક હત્યાના બનાવમાં પરિણમે છે. આવો જ એક ગોઝારો બનાવ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે બનવા પામ્યોં છે.

Gujarat Others
A 97 સગા કાકાના દીકરાએ છરી ધા મારી યુવકને ઉતારો મોતને ઘાટ

આજના હળાહળ કળયુગમાં ભાઇઓ-ભાઇઓ વચ્ચે જમીનના ઝઘડા ક્યારેક હત્યાના બનાવમાં પરિણમે છે. આવો જ એક ગોઝારો બનાવ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે બનવા પામ્યોં છે. જેમાં સગા કાકાના દીકરાએ છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા પોતાના ભાઇની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સાયલા પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાછલા કેટલાક દિવસોથી ઝાલાવાડ પથંકમાં અંગત અગાવત કે જમીનના ઝઘડામાં સરેઆમ હત્યાના બનાવના કિસ્સાઓ ચોંકાવનારી રીતે વધ્યાં છે. જેમાં આજના હળાહળ કળયુગમાં જમીન કે સંપતિના ઝઘડામાં ભાઇઓ-ભાઇઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાય છે. આવો એક સરેઆમ હત્યાનો બનાવ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે બનવા પામ્યો હતો. જેમાં સગા કાકાના દીકરાએ છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા પોતાના ભાઇની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો :વઢવાણ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવેનું કોંગ્રેસમાંથી રાજીનામું, AAP માં જોડાય તેવી ચર્ચા

એક જ પરીવારના લોકો વચ્ચે જમીન બાબતે ઝગડો થયો હતો. જેમાં આ લોહિયાળ જંગમાં સગા કાકાના દીકરાએ ઘનશ્યામસિંહ કનુભા ઝાલા ( ઉંમર વર્ષ 40, રહે- સુદામડા )ની છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા કરી હતી. આ હત્યાના ગોઝારા બનાવની જાણ થતાં સાયલા પોલિસ મથકના પીએસઆઇ સહિતનો પોલિસ સ્ટાફ અને સાયલા મામલતદાર તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચો :કેવડિયાને બનાવવામાં આવશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર, જાણો શું લાભ થશે

મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. આ બનાવ અંગે સાયલા પોલિસે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ સાયલા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.

આ પણ વાંચો :અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે આ તારીખે શરૂ થશે રસીકરણ