લઠ્ઠાકાંડ/ ક્યાં સુધી કાગળ ઉપરની દારૂબંધીના કાયદા હેઠળ ગરીબ હોમાશે લઠ્ઠાકાંડના ખપ્પરમાં?

વર્ષ 2009ની 7થી 9 જૂન દરમિયાન શહેરના ઓઢવ, કાગડાપીઠ  અને બાપુનગર વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો અને 150 લોકોના મોત થયા હતા. જ્યારે 250 જેટલા લોકોને ગંભીર અસર થઇ હતી, જે પૈકી કેટલાક લોકોની આંખો જતી રહી હતી. 

Top Stories Ahmedabad Gujarat
લઠ્ઠાકાંડ

ગુજરાત કદાચ દેશમાં આકરા દારુબંધી કાયદા માટે મોડેલ સ્ટેટ હશે, પરંતુ નશાનો વેપાર અહીં પણ દેશના બીજા રાજ્યોની જેમ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. ગુજરાતમાં ગઈકાલે થયેલા લઠ્ઠાકાંડમાંઅત્યાર સુધીમાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના સામે આવતા 13 વર્ષ પહેલાની આવી જ બનેલી ભયંકર ઘટનાની યાદ તાજી થઇ ગઈ છે. વર્ષ 2009ની 7થી 9 જૂન દરમિયાન શહેરના ઓઢવ, કાગડાપીઠ  અને બાપુનગર વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો અને 150 લોકોના મોત થયા હતા. જ્યારે 250 જેટલા લોકોને ગંભીર અસર થઇ હતી, જે પૈકી કેટલાક લોકોની આંખો જતી રહી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પોલીસ કર્મચારી સહિત 39થી વધુ લોકોની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી. ચાર્જશીટ કર્યાના ત્રણ વર્ષ બાદ કેસ ચાલ્યો હતો અને આરોપીઓ સામે ગંભીર આરોપ હોવાથી તેમને જેલમાંથી કાઢવા પર પ્રતિબંધ લગાવતી કલમ 268 સરકારે લગાવી હતી.

ગુજરાતમાં દારૂને મામલે સરકાર અને પ્રજા બંન્ને દંભી છે. 1960 સુધી ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્ને એક હતા ત્યારે ગુજરાતની સીમામાં વસતા લોકો દારૂ પીતા જ હશે, પણ 1960માં ગુજરાત અલગ થયુ અને એકદમ દારૂબંધી આવી ગઈ, પણ તે માત્ર કાગળ ઉપર એટલા માટે રહી કે ગુજરાતની પચાસ ટકા કરતા વધુ પ્રજા રોજ અથવા વારે તહેવારે દારૂ પીવે છે.

ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે દારૂ પીનારી વ્યક્તિ સામાજીક પડદો રાખે છે અને મજુર વર્ગને બાદ કરતા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના  જાહેરમાં દારૂની બદી ઉપર ભાષણ આપે છે અને ખાનગીમાં પ્યાલી ઠપકારે છે. જ્યાં સુધી ગુજરાતના મજુર વિસ્તારોનો સવાલ છે ત્યાં સુધી આ વિસ્તારમાં ક્યારેય દારૂ ખરેખર બંધ થયો જ નથી.

ગુજરાતના મજુરો  માટે સાંજનો દારૂ તેમના જીવનનું અનિવાર્ય ભાગ છે, મજુરી કરી આવ્યા પછી કે દારૂના અડ્ડા ઉપર અથવા દારૂની થેલી પોતાના ઘરે લાવી ઠપકારી જાય છે અને ખુદ પોલીસ પણ જાણે છે કે મજુર વિસ્તારમાં દારૂ અટકાવી શકાય તેમ નથી. જ્યારે પણ મજુર વિસ્તારમાં પોલીસે દેશી દારૂ ઉપર ભીંસ વધારી છે ત્યારે લઠ્ઠાકાંડની શક્યતા વધી જાય છે કારણ જ્યારે દેશી દારૂ પીનારને દારૂ મળતો નથી અથવા મોંઘો મળવા લાગે છે ત્યારે તે નશો કરવા માટે કોઈ પણ પ્રકારના અન્ય જોખમી કેમિકલનો પણ ઉપયોગ કરે છે.

આ પણ વાંચો:રાજકોટમાં આખરે નફ્ફટ તંત્ર જાગ્યુ, મીડિયા પહોંચ્યા બાદ દેશી દારૂના રેડનું નાટક

આ પણ વાંચો: આ ગામમાં એકસાથે પાંચ મૃતહેદની અંતિમયાત્રા નીકળી, પરિવારજનોનું હૈયાફાટ રૂદન,મૃતકોની યાદી જુઓ

આ પણ વાંચો:બે વર્ષમાં બેંકિંગ ફ્રોડમાં 10 ગણો ઘટાડો થયો, મોદી સરકારના આ પગલાં કામમાં આવ્યા