PUNJAB/ ક્લાસનાં બહાને ટીચરે વિદ્યાર્થીનીને બતાવ્યુ પોર્ન, વાલીએ કરી આવી દુર્દશા

પંજાબના ફાગવાડામાં ખાનગી શાળાનાં એક શિક્ષકને દસમાં ધોરણનાં વિદ્યાર્થીને અશ્લીલ બતાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

India
a 227 ક્લાસનાં બહાને ટીચરે વિદ્યાર્થીનીને બતાવ્યુ પોર્ન, વાલીએ કરી આવી દુર્દશા

પંજાબના ફાગવાડામાં ખાનગી શાળાનાં એક શિક્ષકને દસમાં ધોરણનાં વિદ્યાર્થીને અશ્લીલ બતાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા યુવતીનાં પરિવારજનોએ શિક્ષકનો ચહેરો કાળો કરી ઢોર માર માર્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, વિકાસ કુમાર નામનાં આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 354-એ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

કોરોના સંક્રમણ / રણદીપસિંહ સુરજેવાલા બાદ દિગ્વિજય સિંહ પણ કોરોના પોઝિટિવ

સગીર વિદ્યાર્થીનાં પરિવારજનોનો આક્ષેપ છે કે શિક્ષક યુવતીને એક્સ્ટ્રા ક્લાસનાં બહાને લાંબા સમય સુધી રહેવાનું કહેતો હતો. પરંતુ ભણવાની જગ્યાએ તે યુવતીને તેના ફોનમાં અશ્લીલતા બતાવતો હતો. પરિવારે એવો આરોપ પણ લગાવ્યો છે કે, જ્યારે યુવતીએ શિક્ષક સામે વિરોધ કર્યો હતો ત્યારે તેણે કેટલાક અશ્લીલ કૃત્ય પણ કર્યા હતા. આ કેસ સોમવારનો છે, જ્યારે શિક્ષકે કેટલાક વિદ્યાર્થીઓને ડાઉટ ક્લિયરન્સ ક્લાસ માટે બોલાવ્યા હતા.

OMG! / એલોન મસ્કની ગર્લફ્રેન્ડની પીઠ પર દેખાયા એલિયને કરેલા ઇજાનાં નિશાન, જાણો શું છે હકીકત?

આ પછી ગુરુવારે વિદ્યાર્થીનાં માતા-પિતા અને સગાસંબંધીઓએ શાળામાં આવ્યા હતા અને શિક્ષકનું મોંઢુ કાળુ કરીને તેને ઢોર માર માર્યો હતો. શાળાનાં આચાર્યએ નિવેદન આપ્યું છે કે, આરોપી શિક્ષકને તેની નોકરીથી છૂટો કરી દેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ