Not Set/ #Budget2019: નીતિન પટેલ થોડી જ ક્ષણોમાં રજૂ કરશે બજેટ, શું આપશે ભેટ સૌની રહેશે નજર

ગુજરાત વિધાનસભા ચોમાસુ બજેટ સત્રનો પ્રારંભ આજથી થશે. ચોમાસુસત્રના પ્રારંભે પ્રથમ જ દિવસે નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ અંદાજપત્ર વર્ષ-2019-20 સંપૂર્ણ રીતે ગૃહમાં રજૂ કરવા પહોંચ્યા છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ બજેટ સત્ર મંગળવારથી શરૂ થશે. સામાન્ય રીતે બજેટ સત્ર તોફાની હોય છે, પણ તાજેતરની લોકસભાની ચૂંટણીમાં જોરદાર શિકસ્તને કારણે વિરોધ પક્ષ કોંગ્રેસ મરણતોલ સ્થિતિમાં હોઈ અને રાજ્ય […]

Gujarat Others
#Budget2019: નીતિન પટેલ થોડી જ ક્ષણોમાં રજૂ કરશે બજેટ, શું આપશે ભેટ સૌની રહેશે નજર

ગુજરાત વિધાનસભા ચોમાસુ બજેટ સત્રનો પ્રારંભ આજથી થશે. ચોમાસુસત્રના પ્રારંભે પ્રથમ જ દિવસે નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ અંદાજપત્ર વર્ષ-2019-20 સંપૂર્ણ રીતે ગૃહમાં રજૂ કરવા પહોંચ્યા છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ બજેટ સત્ર મંગળવારથી શરૂ થશે. સામાન્ય રીતે બજેટ સત્ર તોફાની હોય છે, પણ તાજેતરની લોકસભાની ચૂંટણીમાં જોરદાર શિકસ્તને કારણે વિરોધ પક્ષ કોંગ્રેસ મરણતોલ સ્થિતિમાં હોઈ અને રાજ્ય સરકાર સામે કોઈ પડકાર ના હોઈ આ વખતનું સત્ર પહેલીવાર અત્યંત શુષ્ક અને નીરસ બની રહેશે.

નાણાંવિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનું બજેટ અંદાજે 2 લાખ કરોડના કદને આંબી જશે..અને પ્રજાલક્ષી બજેટ હશે.

મંગળવારે પહેલા જ દિવસે નાણાવિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 2019-20ના વર્ષનું રેગ્યુલર બજેટ રજૂ કરશે. નીતિન પટેલે જાહેર કર્યું છે કે, બજેટ વિકાસલક્ષી રહેશે, અર્થાત્ રાજ્યની પ્રગતિનું ફલક વિસ્તારવા તરફ બજેટનો ઝોક રહેશે.

લોકસભા ચૂંટણીના કારણે ગત ફેબ્રુઆરી-2019માં રજૂ થયેલાં ચાર માસના લેખાનુદાન બાદ હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારના નાયબમુખ્યપ્રધાન અને નાણાંવિભાગની મહત્વની જવાબદારી સંભાળી રહેલેં નીતિન પટેલ વર્ષ-2019-202- સંપૂર્ણ અંદાજપત્ર સત્રના પ્રથમ જ દિવસે ગૃહમાં રજૂ કરશે. ગત વર્ષ-2018-19ની તુલનામાં અંદાજપત્રનું કદ અંદાજે 183 લાખ કરોડનું હતુ. તેમાં આ વર્ષ 2019-20માં 17 લાખ કરોડનો વધારો કરીને અંદાજે 200 લાખ કરોડનું કદ થવાની સંભાવના છે. ગુજરાત સરકાર તરફથી પ્રજાલક્ષી અભિગમ હેતુ કેટલાંક સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે. તો વિપક્ષ કોંગ્રેસ તરફથી શાસક ભાજપનો આક્રમક વિરોધ કરવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.

ગુજરાતસરકાર પ્રજાલક્ષી સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરશે. તો વિપક્ષ કોંગ્રેસ સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ , વડોદરામાં બાથ લેતી મહિલાના વિકૃત માનસિક્તા ધરાવતાં યુવાન દ્વારા વિડિયો ઉતારવા , કહેવાતાં ડોકટર અને તબીબપુત્ર દ્વારા દર્દી પર આચરેલાં દુષ્કૃત્ય , ભાજપના જ નેતાના રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ અને આંગણવાડી મહિલા કર્મચારીઓને ચૂકવાતાં પગાર સહિતના પડતરપ્રશ્નો સહિતના અનેકમુદ્દે વિપક્ષ સરકારને ભીંસમાં લેશે. પરિણામે તે દ્રષ્ટિએ ગૃહ તોફાની બનવાની સંભાવના પણ છે.

25 દિવસના વિધાનસભા ચોમાસુસત્રમાં 21 બેઠકો યોજાશે. અંદાજપત્ર પરની ચર્ચા 12 દિવસ યોજાશે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં આવેલાં નેતા અગાઉ સરકારના વિરોધમાં બૂમરેંગ પોકારતાં હતા..તે હવે ગૃહમાં શાસક ભાજપની પ્રસિદ્ધિના ગુણ ગાઇને પ્રજા સમક્ષ મૂકશે. આ છે રાજકીય નેતાની તાસીર. અને સત્તા માટે કાંઇપણ કરવું પડે તે છે આજના રાજકીયનેતાની છબી. પરંતુ બજેટનો વાસ્તવિક લાભ પ્રજાને મળશે કે કેમ. તે પ્રશ્નનો જવાબ આ જ રાજકીય નેતા આપશે ખરા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.