6 Airbag/ 6 એરબેગ વાળા નિયમને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત!

વાહનોમાં મુસાફરોની સુરક્ષાને લઈને એરબેગની સંખ્યા વધારવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી.

Top Stories
Web Story 18 6 એરબેગ વાળા નિયમને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત!

વાહનોમાં મુસાફરોની સુરક્ષાને લઈને એરબેગની સંખ્યા વધારવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. અગાઉના એવા સમાચાર હતા કે,ઓક્ટોબર મહિનાથી દેશમાં વેચાતી તમામ કારમાં 6-એરબેગ ફરજિયાત કરવામાં આવશે. પરંતુ આજે કેન્દ્રીય માર્ગ પરિવહન નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં નવા ક્રેશ ટેસ્ટ નિયમો અમલમાં આવ્યા બાદ સરકાર ભારતમાં પેસેન્જર કાર માટે 6 એરબેગ સુરક્ષા નિયમને ફરજિયાત બનાવશે નહીં.

ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ACMA)ની વાર્ષિક બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, સરકાર કાર માટે 6 એરબેગના નિયમ ફરજિયાત બનાવશે નહીં. તેમણે કહ્યું કે દેશમાં ઘણી વાહન ઉત્પાદક કંપનીઓ છે જે પહેલાથી જ 6 એરબેગ આપી રહી છે અને તે કંપનીઓ તેમની કારની જાહેરાત પણ કરી રહી છે. આવી સ્થિતિમાં, 6 એરબેગ ફરજિયાત બનાવવાની જરૂર નથી.

નીતિન ગડકરીએ કહ્યું કે દેશનું ઓટો સેક્ટર ઝડપથી વધી રહ્યું છે. ભારત તાજેતરમાં જ જાપાનને પછાડી વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે. આવી સ્થિતિમાં વાહનોમાં નવી ટેક્નોલોજીને લઈને સ્પર્ધા પણ વધી રહી છે. વાહન માલિકો પણ નવી ટેક્નોલોજી અને ફીચર્સને પ્રાધાન્ય આપી રહ્યા છે, તેથી કેટલીક કંપનીઓએ તેમના વાહનોમાં 6 એરબેગ સામેલ કરી દીધા છે. આ સ્થિતિમાં, જે બ્રાન્ડ્સ સ્પર્ધાત્મક રહેવા માંગે છે તેઓ તેમના વાહનોમાં 6 એરબેગ્સ પણ આપશે. પરંતુ અમે તેને ફરજિયાત બનાવીશું નહીં.

આ પણ વાંચો: Parliament/ સંસદના વિશેષ સત્ર પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી! કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: Ayodhya/ શ્રી રામ જન્મભૂમિ સ્થળનું ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા

આ પણ વાંચો: Parliament/ સંસદના વિશેષ સત્ર પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી! કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ