Not Set/ RT-PCR બાદ ‘ડ્રાઈવ થ્રુ વૅક્સિનેશન’, ભૂજમાં 200 લોકોએ લીધી રસી

સમગ્ર રાજ્યમાં કોરોના ના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે .વધતા જતા સંક્રમણને રોકવા સતત  પ્રયત્નો કરતી જોવા મળી રહી છે. ત્યારે  અમદાવાદ માં  ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ બાદ હવે ભૂજમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનો અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.  જેમાં એક જ  દિવસમાં 200 વ્યક્તિઓએ આ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કરાવ્યું હતું . જિલ્લા […]

Gujarat Others
ss RT-PCR બાદ ‘ડ્રાઈવ થ્રુ વૅક્સિનેશન’, ભૂજમાં 200 લોકોએ લીધી રસી

સમગ્ર રાજ્યમાં કોરોના ના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે .વધતા જતા સંક્રમણને રોકવા સતત  પ્રયત્નો કરતી જોવા મળી રહી છે. ત્યારે  અમદાવાદ માં  ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ બાદ હવે ભૂજમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનો અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.  જેમાં એક જ  દિવસમાં 200 વ્યક્તિઓએ આ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કરાવ્યું હતું .

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજની આર. ડી. વારસાણી સ્કુલના મેદાનમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં આ જ રીતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પહેલી વખત ભૂજમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કરાયું છે.

સરકારે પ્રથમ તબક્કામાં રાજ્યના 10 જિલ્લાઓમાં 1લી મે થી ૧૮ વર્ષથી વધુ ઉમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કર્યું છે ત્યારે કચ્છમાં પણ રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે આ તબક્કે કચ્છના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ એક નવી પહેલ કરી છે.

આ અંગે રસીકરણ અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે, ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ કચ્છમાં આ નૂતન પ્રયોગ કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ સારું આયોજન છે કે, લોકોને પોતાના વાહનમાં બેઠા જ રસી મળી જાય છે. જેથી સમયનો પણ બચાવ થાય છે અને સંક્રમણના ચાન્સસીઝ ઘણા ઘટી જાય છે. લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. પ્રાયોગિક ધોરણે આ ડ્રાઇવ થ્રુનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ જ રીતે શનિવાર તેમજ રવિવારે પણ આ જ પ્રકારનું આયોજન કરવા વિચારણા ચાલી રહી છે.