Not Set/ કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા…

શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલી આ પરંપરાઓમાં આજે પણ અંધશ્રધ્ધાઓ દેખાય છે. માવલી માતા આદિવાસીઓની દેવી છે, જેમની પૂજા કરાય છે.

Gujarat Others
navsari 1 કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા...

દેશમાં દરેક સમાજના લોકો વસે છે. દરેક સમાજની પરંપરાઓ તેની ઓળખ છે. ત્યારે નવસારી જિલ્લાના આદિવાસી તાલુકા એવા ખેરગામ માવલી માતાની પુજા કરવામાં આવે છે. જેમાં અગ્રિન સાથે કરતબો કરવામાં આવે છે.  જોકે આ શ્રધ્ધા અને અંધવિશ્વાસ સાથે જોડાયુ છે. ત્યારે આ પરંપરાને આદિવાસી સમાજ આજે પણ ધામધૂમથી ઉજવે છે.

આગ એક એવી વસ્તુ છે કે જેના સાથે રમત એ અશક્ય છે. ત્યારે આગનો એક તણખો શરીર પર પડે તો તે સહન કરવું ખુબજ મુશ્કેલ છે. ત્યારે આદિવાસી સમાજ માં વર્ષોથી માવલી માતાનું પૂજા કરવામાં આવે છે. જે પૂજા દરમ્યાન અગ્નિ દેવ આવે છે જેમાં એકરીતનો પવન આવે છે.  અને આ પવન જેનામાં પ્રવેશે છે એ ધુણવા લાગે છે. તો સાથે જ સ્થળ ઉપર જે અગ્નિ પ્રગટાવવા માં આવી હોય છે એ અગ્નિ ને હાથમાં લઈ સળગતા અંગારા ખાય છે તો કોઈ સળગતા અંગારા પર ચાલે છે. કોઈ સળગતા લાકડાને શરીર પર મારે પણ છે. તો આદિવાસીઓની કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા માટે નાચગાન પણ કરવામાં આવે છે. જેમાં નાના ભુલકાઓથી માંડીને વૃદ્ધો પણ ગોળગોળ ફરીને નાચતા નજરે પડે છે.

https://api.mantavyanews.com/wp-content/uploads/2020/11/dang.png

માવલી માતાની પુજા એ નવસારી,ડાંગ તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર ને અડીને આવેલા કેટલાક ગામોના આદિવાસીઓ દ્વારા તેમના પરિવારમા અનાજ ન પાકતુ હોય પરિવારમા સમસ્યાઓ વધી હોય તેવા સમયે માવલી માતાની પુજા અને આરાધના કરવામા આવે છે. ગામના લોકો ભેગા મળી માતાની પુજા કરી અગ્નિ દેવ ને ઠંડા કરવા માટે આ રીતે કરતબો કરવામાં આવતા હોય છે. જેમાં કરતબ કરનાર ને કોઈપણ જાતની ઈજા થતી નથી તેવું લોકો માને છે.

navsari 2 કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા...

શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલી આ પરંપરાઓમાં આજે પણ અંધશ્રધ્ધાઓ દેખાય છે. માવલી માતા આદિવાસીઓની દેવી છે, જેમની પૂજા કરાય છે. ત્યારબાદ તેમના ડુંગરોમાં આવેલા થાનક પર જઈ ભગત (ભૂવા) પૂજા કરે છે, અને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. માવલી એક સ્થાનિક પ્રાર્થનાની પ્રથા છે, જે વર્ષમાં એકાદ વાર થાય છે. સ્થાનિક ભગતને બોલાવવામાં આવે છે. જેમા ભગવાનને નવડાવવામાં આવે છે અને વાંસના મંદિરમાં રાખવામાં આવે છે. અને આ વિધિ 24 કલાક ચાલે છે. જેમા ભગત ‘દુધી’માંથી બનાવેલુ વાંજિત્ર વગાડે છે. ભગત અમુક વાર સળગતો કોલસો પકડવાની કે ખાવાની વિસ્મયકારી કરામતો પણ કરે છે. જેમાં તેમને દર્દનો અનુભવ થતો નથી એ અત્યંત આશ્ચર્યજનક છે. ભગતો પૂજા દરમિયાન સમાધિની સ્થિતિ મેળવે છે. માવલી માતાની પૂજા દરમિયાન ગામના ભુવાઓ (કે જેમને અહીંના સ્થાનિકો ભગત કહે છે) દ્વારા સળગતા અંગારા ખાવા અને સળગતા લાકડા વડે શરીર પર મારવાના કરતબ ચર્ચાનો વિષય બન્યા છે.

ધર્માંતરણ / ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

અમદાવાદ / AMCના લારીઓ હટાવવાના આદેશનો વિરોધ, AIMIMના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

ગુજરાત /  હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

કોરોના કેસમાં વધારો / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત