Gujarat Weather/ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના, ઝાકળ વર્ષા અને હળવા વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે. કચ્છમાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. 10 માર્ચથી વાતાવરણમાં ભારે પલટો આવવાની શક્યતા છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 09T160357.805 ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના, ઝાકળ વર્ષા અને હળવા વરસાદની આગાહી

Gujarat Weather News: ગુજરાતમાં શિવરાત્રિ બાદ કાળઝાળ ગરમી જોવા મળી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનને લઈ આગાહી કરી છે. 10 માર્ચથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. ઝાકળ વર્ષા અને હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત આવવાની શક્યતા  જણાતા વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે. કચ્છમાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. 10 માર્ચથી વાતાવરણમાં ભારે પલટો આવવાની શક્યતા છે. કેટલાય વિસ્તારોમાં ઝાકળ વર્ષા અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના છે.

મળતી માહિતી મુજબ બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં હલચલ થવાની શક્યતા છે.  બંગાળની ખાડીમાં ચક્રવાત આવે તેવું પણ જણાઈ રહ્યું છે. દરમિયાન તાપમાન મહત્તમ 38 ડિગ્રીએ પહોંચી શકે છે.

વાતાવરણમાં ફેરફારો થવાના પગલે ખેડૂતોના પાકને માઠી અસર થવાની પૂરી સંભાવના જોવાઈ રહી છે. ખેડૂતોએ તેમજ તંત્રએ આ મામલે અગાઉથી સચેત રહેવાની જરૂર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ