Not Set/ યૂપીમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં ISI હાથ, ઝડપાયેલા ત્રણ આરોપીએ કર્યો ચોકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં થયેલી બે ટ્રેન દુર્ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમણે ચોકાવનારો ખુલાસો કર્યો હતો. કાનપુર પાસે ઇન્દોર-પટના એક્સપ્રેસ અને સિયાલદહ-અજમેર એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના આતંવાદી પ્રેરીત હતી. આ ખુલાસો ઝડપાયેલા ત્રણ આરોપીએ કર્યો હતો. આ દુર્ઘટના પાછળ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI નો હાથ હોવાનું સામે આવ્યું છે. નેપાલ અને સાઉદી અરબમાં […]

India
indore patna express derails in kanpur 47428d66 dce0 11e6 84f6 f9b2ee092ea6 યૂપીમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં ISI હાથ, ઝડપાયેલા ત્રણ આરોપીએ કર્યો ચોકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં થયેલી બે ટ્રેન દુર્ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમણે ચોકાવનારો ખુલાસો કર્યો હતો. કાનપુર પાસે ઇન્દોર-પટના એક્સપ્રેસ અને સિયાલદહ-અજમેર એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના આતંવાદી પ્રેરીત હતી. આ ખુલાસો ઝડપાયેલા ત્રણ આરોપીએ કર્યો હતો. આ દુર્ઘટના પાછળ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI નો હાથ હોવાનું સામે આવ્યું છે. નેપાલ અને સાઉદી અરબમાં બેઠેલા એજન્ટોની મદદથી ISI તેને અંજામ આપ્યો છે. મોતી હારીથી ત્રણ યુવકોની ધરપકડ બાદ આ ચોકાવનારો ખુલાસો થયો છે. આ મામલે ATS સહિતની એજેન્સી તપાસ કરી રહી છે.

પૂર્વી ચંપારણ એસપી જિતેન્દ્ર રાણાએ મંગળવારે જણાવ્યું હતું કે, સીમાં પરથી ઝડપાયેલા મોતી પાસવાન પાસેથી ઘણી મહત્વની જાણકારી હાથ લાગી છે. કાનપુર ટ્રેન દુર્ઘટનામાં મોતી સક્રિય રીતે સામેલ હતો.  આ પહેલા પૂર્વી ચંપારણમાં પણ તેણે ટ્રેક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. નવેમ્બરમાં થયેલી આ દુર્ઘટનામાં 150 કરતા વધારો લોકોના મોત થયા હતા.