Not Set/ આ રાજયમાં વેક્સીનેશન વિના નહિ મળે પેટ્રોલ, ગેસ અને રાશન

ઔરંગાબાદ જિલ્લા પ્રશાસને આદેશ જાહેર કરીને પર્યટન સ્થળો પર સ્થિત હોટલ, રિસૉર્ટ અને દુકાનો પર બધા કામદારો માટે રસીકરણ અનિવાર્ય કરી દીધુ છે

Top Stories India
Untitled 145 આ રાજયમાં વેક્સીનેશન વિના નહિ મળે પેટ્રોલ, ગેસ અને રાશન

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોનામાં  સંક્મિત થતા મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશ માં  કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા  રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત દેશવાસીઓને 109 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે સૌથી વધુ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઔરંગાબાદમાં સ્થાનિક પ્રશાસને એક મોટો આદેશ જાહેર કર્યો છે. આ મુજબ જે લોકોએ અત્યાર સુધી કોરોના વેક્સિનનો એક પણ ડોઝ લગાવ્યો નથી, તેઓ પેટ્રોલ, ગેસ અને રાશન મેળવી શકશે નહીં.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જિલ્લા પ્રશાસને 100 ટકા કોવિડ રસીકરણનુ લક્ષ્ય મેળવવા માટે કઠોર નિર્ણય લીધો છે. જે હેઠળ જે લોકોએ કોરોના વેક્સીનનો એક પણ ડોઝ હજુ સુધી ન લીધો હયો તેમણે પેટ્રોલ, ગેસ કે રાશન નહિ મળે. સાથે જ જિલ્લા પર્યટન સ્થળોમાં પણ પ્રવેશ નહિ આપવામાં આવે અને રાજ્ય અને જિલ્લાની અંદર આવા લોકોની યાત્રા પર પણ પ્રતિબંધ રહેશે. ઔરંગાબાદ જિલ્લા પ્રશાસને આદેશ જાહેર કરીને પર્યટન સ્થળો પર સ્થિત હોટલ, રિસૉર્ટ અને દુકાનો પર બધા કામદારો માટે રસીકરણ અનિવાર્ય કરી દીધુ છે. જિલ્લા પ્રશાસને આ નિયમ 9 નવેમ્બરથી પ્રભાવી કરી દીધો છે.

આ પણ વાંચો ;ગુજરાત / રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું

કોરોના સામેના  કેસમાં ઔરંગાબાદ રાજ્યમાં 26માં નંબરે છે. જનપદમાં કોવિડ રસીકરણની ધીમી ગતિને લઈને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જિલ્લા પ્રશાસનને તત્કાલ કાર્યવાહી માટે નિર્દેશ આપ્યા છે. વળી, રાજ્યમાં રસીકરણની ધીમી ગતિ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સીએમ ઠાકરેએ અધિકારીઓને 30 નવેમ્બર સુધી 100 ટકા રસીકરણ લક્ષ્ય મેળવવાના નિર્દેશ આપ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના સામે રસીકરણનો સરેરાશ દર 74 ટકા છે. વળી, ઔરંગાબાદમાં યોગ્ય વસ્તીના માત્ર 55 ટકાને જ ઓછામાં ઓછો એક ડોઝ રસીને લગાવવામાં આવ્યો છે જ્યારે જિલ્લાની 23 ટકા વસ્તીને જ વેક્સીનના બંને ડોઝ લગાવવામાં આવ્યા છે. તહેવારની સિઝન વચ્ચે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને જોતા રસીકરણની ગતિ તેજ થઈ ગઈ છે.

આ પણ વાંચો ;ડ્રગ્સ કેસ / રિયા ચક્રવર્તિને મળી મોટી રાહત, કોર્ટે હટાવ્યો બેંક એકાઉન્ટ પર લાગેલો પ્રતિબંધ