ઉત્તરપ્રદેશ/ બરેલીમાં કાવડ યાત્રા પર ભારે પથ્થરમારો,અંજપાભરી સ્થિતિ,પોલીસના વાહન પર તોડફોડ

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં રવિવારે ગંગા જળ એકત્રિત કરવા જઈ રહેલા કાવડિયાઓ પર પથ્થરમારો થયા બાદ તણાવભરી સ્થિતિ હાલ પ્રવર્તી જોવા મળી રહી છે

Top Stories India
6 3 1 બરેલીમાં કાવડ યાત્રા પર ભારે પથ્થરમારો,અંજપાભરી સ્થિતિ,પોલીસના વાહન પર તોડફોડ

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં રવિવારે ગંગા જળ એકત્રિત કરવા જઈ રહેલા કાવડિયાઓ પર પથ્થરમારો થયા બાદ તણાવભરી સ્થિતિ હાલ પ્રવર્તી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે પથ્થરમારામાં લગભગ 12 કાવડિયાઓ અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના બરેલીના જોગી નવાડા વિસ્તારમાં શાહનૂરી મસ્જિદ પાસે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 2000 કાવડિયાઓનું એક જૂથ બદાઉન સ્થિત કાચલા ઘાટથી ગંગા જળ એકત્રિત કરવા જઈ રહ્યું હતું. આરોપ છે કે આ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકોએ જૂથ પર પથ્થરમારો કર્યો હતો. ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ અનેક પોલીસ સ્ટેશનની ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

બરેલીના એસપી સિટી, રાહુલ ભાટીએ જણાવ્યું કે કાવડિયાઓ કાચલા ઘાટથી પાણી લેવા જઈ રહ્યા હતા, ત્યારે શાહનૂરી મસ્જિદ અને નજીકના ઘરોમાંથી સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, પથ્થરમારાને લઈને ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જો કે, સાવચેતીના પગલા તરીકે આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

SSPએ કહ્યું- બંને તરફથી પથ્થરમારો
બરેલીના એસએસપી પ્રભાકર ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે આજે થાણા બરાદરી આસપાસથી કાવડ યાત્રા નીકળી રહી હતી. યાત્રા એક ધાર્મિક સ્થળ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં કંઈક ફેંકવા બાબતે ઝઘડો થયો હતો. આ પછી પથ્થરમારો થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એસએસપીએ કહ્યું કે કેટલાક વીડિયો ફૂટેજમાં બંને પક્ષો એકબીજા પર પથ્થર ફેંકતા જોવા મળ્યા હતા.