Russia-Ukraine war/ અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયાને આપી ધમકી,એરબેઝ પણ બંધ કર્યું,યુક્રેન સાથે ઉભા છે

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકાનું આગામી પગલું શું હશે તેના પર વિશ્વની નજર છે. યુએસ પ્રમુખ જો બિડેન તેમનું પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન (SOTU) સંબોધન કરે છે.

Top Stories World
24 અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયાને આપી ધમકી,એરબેઝ પણ બંધ કર્યું,યુક્રેન સાથે ઉભા છે

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકાનું આગામી પગલું શું હશે તેના પર વિશ્વની નજર છે. યુએસ પ્રમુખ જો બિડેન તેમનું પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન (SOTU) સંબોધન કરે છે. યુક્રેનને લઈને બિડેને કહ્યું કે 6 દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખોટો નિર્ણય લીધો હતો. રશિયાએ વિચાર્યું હતું કે અમે યુક્રેનને કચડી નાખીશું, પરંતુ યુક્રેનના લોકોએ રશિયાને જડબાતોડ જવાબ આપ્યો. યુક્રેનના લોકોએ હિંમત બતાવી છે. અમેરિકા યુક્રેનના લોકો સાથે ઉભું છે.

બિડેને કહ્યું, “રશિયાએ વિશ્વના પાયાને હલાવવાનો પ્રયાસ કર્યો છે. રશિયાએ આની કિંમત ચૂકવવી પડશે. અમે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છીએ. માત્ર અમેરિકા જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશો યુક્રેનની સાથે ઉભા છે.” આ દરમિયાન બિડેને જાહેરાત કરી કે અમેરિકા રશિયા માટે તેનું એરબેઝ બંધ કરી રહ્યું છે.

બિડેને જાહેરાત કરી હતી કે અમેરિકા યુક્રેનને એક અબજ ડોલરની સહાય આપવા જઈ રહ્યું છે. બિડેને કહ્યું કે, અમે નાટો દેશોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમે યુક્રેનને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.” જો કે, બિડેને સ્પષ્ટ કર્યું કે અમારી સેના યુક્રેન-રશિયન યુદ્ધમાં સામેલ થશે નહીં.

અહીં, રશિયાના તીવ્ર હુમલા વચ્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બિડેન સાથે વાત કરી છે અને સૈન્ય મદદ માટે કહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝાલેન્સકી અને યુએસ પ્રમુખ જો બિડેને ફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં સંરક્ષણ સહયોગ અને રશિયન વિરૂદ્ધ કાર્યવાહી અંગે વાત કરવામાં આવી છે.

રશિયાની પરમાણુ સબમરીને મંગળવારે બેરેન્ટ્સ સમુદ્રમાં ઉતરાણ કરીને કવાયત શરૂ કરી હતી. આ કવાયત દરમિયાન બરફથી ઢંકાયેલા સાઇબેરીયન વિસ્તારમાં મોબાઈલ મિસાઈલ લોન્ચરની હિલચાલ પણ જોવા મળી હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પરના હુમલા બાદ પશ્ચિમી દેશો સાથે વધી રહેલા તણાવને લઈને તેમના દેશના પરમાણુ દળોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યા બાદ આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.