America/ અમેરીકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેએ  જો બિડેન માટે ઉભી કરી મુશ્કેલી

અમેરિકન પ્રમુખની ચૂંટણીને લઈન એક સર્વે હાથ ધરવામાં આવ્યો. જેમાં ટ્રમ્પની સરખામણીએ જો બિડેનને ઓછા મત મળ્યા. મંગળવારે વર્જિનિયા, કેન્ટુકી, ઓહિયો અને પેન્સિલવેનિયામાં સ્થાનિક અને રાજ્યવ્યાપી ચૂંટણીને લઈને સર્વેક્ષણ કરાયું.

Top Stories World
YouTube Thumbnail 59 અમેરીકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેએ  જો બિડેન માટે ઉભી કરી મુશ્કેલી

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પોલમાં જો બિડેન અને ટ્રમ્પ વચ્ચે અથડામણ થશે. ચૂંટણીને લઈને કરવામાં આવેલ તમામ પોલમાં જો બિડેનના ઘટતા મતદાનને લઈને તેમનો ડેમોક્રેટિક પક્ષ ચિંતિત બન્યો છે. જ્યારે તેમના કટ્ટર વિરોધી એવા ટ્રમ્પ અનેક પ્રકારની કાનૂની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે છતાં ચૂંટણી જીતવાના સંભવિતોમાં અગ્રેસર દેખાઈ રહ્યા છે.

અમેરિકન પ્રમુખની ચૂંટણીને લઈન એક સર્વે હાથ ધરવામાં આવ્યો. જેમાં ટ્રમ્પની સરખામણીએ જો બિડેનને ઓછા મત મળ્યા. મંગળવારે વર્જિનિયા, કેન્ટુકી, ઓહિયો અને પેન્સિલવેનિયામાં સ્થાનિક અને રાજ્યવ્યાપી ચૂંટણીને લઈને સર્વેક્ષણ કરાયું. આ સર્વેક્ષણમાં રાષ્ટ્રપતિ જો બાઈડેનની ઘટતી લોકપ્રિયતાને લઈને સંકેત આપ્યા છે. જો બાઈડેન ડેમોક્રેટિક પક્ષ તરફથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ તરફથી ઉમેદવાર બનતા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

અમેરીકાની આગામી ચૂંટણીને લઈને હાથ ધરાયેલા સર્વેક્ષણ બાદ વિશે જો બાઈડેનના ચૂંટાવાને લઈને તેમનો પક્ષ પણ ચિંતાતુર બન્યો છે. ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના રાજકીય વ્યૂહરચનાકાર ડેવિડ એક્સેલરોડે બિડેનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાને ખતરાની ઘંટડી વગાડી હતી અને સૂચવ્યું હતું કે તેમણે બીજી મુદત માટે તેમનું અભિયાન પડતું મૂકવાનું વિચારવું જોઈએ. આ સાથે તેમણે ટ્વિટ પણ કર્યું હતું કે જો બિડેન જ આ નિર્ણય લઈ શકે છે. જો કે બિડેનના વફાદાર એવા ડેમોક્રેટ્સ પક્ષના કેટલાક સભ્યોએ એક્સેલરોડના સૂચનને ફગાવ્યું હતું.

તાજેતરના મતદાન સર્વેએ જો બિડેન માટે મુશ્કેલીઓ ઉભી કરી છે. કેમકે મતદારો તેમની ઉંમર વિશે ખૂબ જ ચિંતિત રહે છે. જો બિડેન 20 નવેમ્બરે 81 વર્ષના થશે. અમેરિકન અર્થતંત્રને વિકસિત કરવા સહિતના વિવિધ મુદ્દાઓ પર લોકોએ ટ્રમ્પ પર પસંદગી ઉતારી છે.

દરમિયાન, એવા સંકેતો મળ્યા છે કે પક્ષના આધારના મહત્વપૂર્ણ ભાગો, ખાસ કરીને કાળા અને હિસ્પેનિક મતદારોમાં બિડેન સમર્થન ગુમાવી રહ્યા છે. બિડેન તરફી નબળી મતદાન સંખ્યાએ મધ્ય પૂર્વ કટોકટીના તેમના સંચાલનને લઈને ડેમોક્રેટિક પક્ષમાં જ મતમતાંર જોવા મળે છે. જ્યારે પક્ષના કેટલાક લોકોએ તેમના પર હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયેલને ખૂબ જ સખત સમર્થન આપવાનો અને નાગરિક જાનહાનિને મર્યાદિત કરવા માટે પૂરતું કામ ન કરવાનો આરોપ મૂક્યો છે.


whatsapp ad White Font big size 2 4 અમેરીકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેએ  જો બિડેન માટે ઉભી કરી મુશ્કેલી


આ પણ વાંચો : Fix Salaried/ ST નિગમના ફિક્સ વેતનધારકોને પણ વેતનવૃદ્ધિનો લાભ મળશે

આ પણ વાંચો : ગાંધીનગર/ ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી લાલ આંખ, કાર્યવાહી કરવાની સ્પષ્ટ સુચના

આ પણ વાંચો : Mission Sucess/ ભારતની વધુ એક સિદ્ધિ, ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ