Pakistan/ કંગાળ પાકિસ્તાન લોન ચૂકવવા પણ લે છે લોન: રિપોર્ટ

ચીને મિત્રતાના નામે પાકિસ્તાનને ખંખેરી લીધુ, મદદના નામે લોન આપી

World Trending
pakistan third largest beneficiary of chinese funding કંગાળ પાકિસ્તાન લોન ચૂકવવા પણ લે છે લોન: રિપોર્ટ

પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ છે અને સરકારી તિજોરી લગભગ ખાલી છે. ભારતનો પાડોશી દેશ આઝાદી પછીના તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. IMF કડક શરતો પર પાકિસ્તાનને લોન આપી રહ્યું છે. સમયાંતરે, ચીન પાકિસ્તાનની તિજોરીમાં થોડાક ડોલર આપે છે જેથી તે નાદારીથી બચે.

દરમિયાન એક રિપોર્ટમાં સામે આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન ચીનનો ત્રીજો સૌથી મોટો દેવાદાર દેશ છે. યુએસ સ્થિત ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિસર્ચ લેબ AidData દ્વારા સોમવારે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ચીન પાસેથી 70.3 બિલિયન ડોલર લીધા છે. આનો મોટો હિસ્સો લોન તરીકે લેવામાં આવ્યો છે.

AidData એ 5,300 થી વધુ સ્ત્રોતોમાંથી ડેટાનો ઉપયોગ કરીને તેના તારણો કાઢ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2000 અને 2021ની વચ્ચે પાકિસ્તાનમાં ચીનના પોર્ટફોલિયોમાં માત્ર 2 ટકા અનુદાનનો સમાવેશ થાય છે, જ્યારે બાકીની 98 ટકા લોનના રૂપમાં હતી.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 68.9 બિલિયન ડોલરની કુલ 161 લોન સાથે પાકિસ્તાન રશિયા અને વેનેઝુએલા પછી વિશ્વમાં ચીનનું ત્રીજું સૌથી મોટું દેવાદાર છે.

અમેરિકન રિસર્ચ હાઉસ અનુસાર, લોન પર સરેરાશ વ્યાજ દર 9.84 વર્ષની સરેરાશ પાકતી મુદત અને 3.74 વર્ષનો ગ્રેસ પિરિયડ સાથે 3.72 ટકા હતો.

2000 અને 2021ની વચ્ચે ચાઇનીઝ ડેવલપમેન્ટ ફાઇનાન્સના વહીવટ મુજબના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 21 વર્ષના સમયગાળામાં નવાઝ શરીફની PML-N સરકાર (2013-17) ચીન પાસેથી $36.2 બિલિયન મેળવવામાં સફળ રહી. તે જ સમયે, ઇમરાન ખાનની પીટીઆઈ સરકાર ચીન પાસેથી $19.6 બિલિયનની લોન મેળવવામાં સફળ રહી હતી, ઝરદારીની પીપીપી સરકાર $10.4 બિલિયનની લોન મેળવવામાં સફળ રહી હતી અને મુશર્રફ સરકાર $4.1 બિલિયનની લોન મેળવવામાં સફળ રહી હતી.

પાકિસ્તાન 2012થી ચીનું સૌથી મોટુ વિદેશી વિકાસ ધિરાણનું લેણદાર રહ્યું છે, જેણે 2013માં અમેરિકાથી 1.6 ગણી રકમ, 2016માં 7.7 ગણી અને 2021માં 22.4 ગણી રકમનું ધિરાણ કર્યું હતું.

ડિફોલ્ટરથી બચવા ચીને લોન તરીકે પાકિસ્તાનને 28.13 અબજ ડોલર આપ્યા છે. આ વિશ્વમાં સૌથી વધુ છે. ત્યાર પછી ચીને આર્જેન્ટિના, એક્વાડોર અને વેનેઝુએલાને ડિફોલ્ટરથી બચવા લોન આપી છે.

ચીન પર પાકિસ્તાનનું જાહેર દેવું $67.2 બિલિયન છે, જે જીડીપીના 19.6 ટકા છે. અહેવાલમાં જણાવાયું છે કે, “પાકિસ્તાને, 2017થી ચીની મદદનો મોટો હિસ્સો વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે નહીં પણ ડિફોલ્ટરથી બચવા માટે લીધો છે.

પાકિસ્તાનને મળેલા 38.8 બિલિયન ડોલરના મૂલ્યના 127 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી $452 મિલિયનના ત્રણ પ્રોજેક્ટ સ્થગિત અથવા રદ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ Israel Hamas Attack/ઇઝરાયેલે ભારત પાસે માંગી મદદ, યુદ્ધ વચ્ચે 1 લાખ કામદારોની કરી માંગણી

આ પણ વાંચોઃ israel hamas war/ઇઝરાયેલ યુદ્ધ હાર્યુ તો યુરોપ સંકટમાં: બેન્જામિન નેતન્યાહૂ

આ પણ વાંચોઃ FireCracker Ban/ફટાકડા પર પ્રતિબંધ ફક્ત દિલ્હીમાં નહીં સમગ્ર દેશમા લગાવોઃ સુપ્રીમ કોર્ટ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.