Miss Universe 2022 Winner/ USAની ગેબ્રિયલે જીત્યો મિસ યુનિવર્સનો ખિતાબ,ભારતની હરનાઝ સંધુએ પહેરાવ્યો તાજ

અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં યોજાયેલી 71મી મિસ યુનિવર્સ ટાઈટલ યુએસએની આર બોની ગેબ્રિયલ જીત્યો છે.

Top Stories World
Miss Universe 2022 Winner

Miss Universe 2022 Winner:   મિસ યુનિવર્સ 2022 ના વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં યોજાયેલી 71મી મિસ યુનિવર્સ ટાઈટલ યુએસએની આર બોની ગેબ્રિયલ (Gabrielle) જીત્યો છે. . આ ખિતાબ જીતીને તે ખૂબ જ ખુશ છે. અમેરિકાની ગેબ્રિયલ વિશ્વની સુંદરીઓને પાછળ છોડીને મિસ યુનિવર્સ 2022 બની છે.

 

 

 

મિસ યુનિવર્સ 2022નો ખિતાબ (Miss Universe 2022 Winner) જીત્યા બાદ ગેબ્રિયલ ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી . તેમજ તેના ચહેરા પર વિજયનો આનંદ જોવા જેવો હતો,. મિસ યુનિવર્સ ગેબ્રિયલનો તાજ ભારતની હરનાઝ સંધુએ પહેરાવ્યો હતો. મિસ યુનિવર્સ આર’બોની ગેબ્રિયલની જીતની ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે મિસ યુનિવર્સ 2022 ના વિજેતાની (Miss Universe 2022 Winner) જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ભારત તરફથી દિવિતા રાયે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ તે ટોપ 5ની યાદીમાંથી બહાર રહી હતી. આ વર્ષે યુએસની આર બોની ગેબ્રિયલ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. ડોમિનિકન રિપબ્લિકની એડ્રિયાના માર્ટિનેઝ, વેનેઝુએલાની અમાન્દા ડુડામેલ અને યુએસની આર બોની ગેબ્રિયલ ટોપ 3 સ્પર્ધકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ બધાને પાછળ છોડીને ગેબ્રિયેલે ગેમ જીતી લીધી છે.

 

pathan/શાહરૂખ ખાનની પઠાણનું ટ્રેલર દુબઈના બુર્જ ખલીફા પર બતાવવામાં આવશે

 

દુર્ઘટના/ગુજરાતમાં ઉત્તરાયણ પર્વે અનેક દુર્ઘટના, દોરીથી 95થી વધુ લોકો ઇજાગ્રસ્ત,દોરીથી 3 લોકોના મોત