Not Set/ કાસગંજ તિરંગા યાત્રામાં મૃત્યુ થયેલ ચંદનને શહીદનો દરરજો આપો, હવે આગ્રામાં VHPની તિરંગા યાત્રા

ઉતરપ્રદેશના કાસગંજમાં ગણતંત્રના દિવસે થયેલી તિરંગા યાત્રાની ઝઘડાએ હવે રાજનીતિક સ્વરૂપ લઇ લીધું છે. તિરંગા રેલીમાં બે પક્ષો વચ્ચે બબાલ થઈ ગઈ હતી બે પક્ષો આમનેસામને આવી ગયા હતાં આ ઝગડામાં ચંદન ગુપ્તાનું મોત થઇ ગયું હતું આ બધાની વચ્ચે હવે વીએચપી એ આગ્રા અને ફિરોઝાબાદમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. આ જોતા તંત્રે પોલીસ […]

Top Stories
default કાસગંજ તિરંગા યાત્રામાં મૃત્યુ થયેલ ચંદનને શહીદનો દરરજો આપો, હવે આગ્રામાં VHPની તિરંગા યાત્રા

ઉતરપ્રદેશના કાસગંજમાં ગણતંત્રના દિવસે થયેલી તિરંગા યાત્રાની ઝઘડાએ હવે રાજનીતિક સ્વરૂપ લઇ લીધું છે. તિરંગા રેલીમાં બે પક્ષો વચ્ચે બબાલ થઈ ગઈ હતી બે પક્ષો આમનેસામને આવી ગયા હતાં આ ઝગડામાં ચંદન ગુપ્તાનું મોત થઇ ગયું હતું

આ બધાની વચ્ચે હવે વીએચપી એ આગ્રા અને ફિરોઝાબાદમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. આ જોતા તંત્રે પોલીસ બળને તૈનાત કરી દીધો છે. આ યાત્રા આગ્રાના અલગ અલગ 40 જગ્યાએ નીકળવાની છે.

તિરંગા યાત્રામાં ભાગ લઇ રહેલા અર્જુન પ્રખંડ અને સહ- સંયોજક અભિષેક શર્માએ કહ્યું કે, ચંદને સાચ્ચી શ્રધ્ધાંજલિ આપવા માટે તિરંગા યાત્રા નીકળવા માટે જઈ રહ્યાં છે. આ યાત્રા આગ્રાના અલગ અલગ 40 જગ્યાએ નીકળવા જઈ રહ્યાં છીએ.

agra tiranga 1517379514 618x347 કાસગંજ તિરંગા યાત્રામાં મૃત્યુ થયેલ ચંદનને શહીદનો દરરજો આપો, હવે આગ્રામાં VHPની તિરંગા યાત્રા

તિરંગા યાત્રા નમેર ચોકથી શરૂ થઈને જિલ્લા હોસ્પિટલ સુંધી જશે. જેના પછી દીવાની ચોક પર જશે,  જ્યાં ભારતમાતાની મૂર્તિ છે.

હિંસમાં જીવ ગુમાવનાર અભિષેક ગુપ્તા ( ચંદન )ની સાથે રાહુલના મોતના સમાચાર પણ આગની જેમ ફેલાયા હતાં. પોલીસે તપાસ કરી પછી ખબર પડી કે તેના મોતના સમાચાર ખોટા છે. આ હિંસાની વચ્ચે અફવાઓના હાથે મૃત્યુ પામેલા રાહુલ ઉપાધ્યાય આખરે સામે આવ્યો છે, તેને કહ્યું કે સોશ્યલ મીડિયામાં પર ચાલી રહેલ તેના મરવાના સમાચાર ખોટા છે. તેને મોતની અફવાનું સત્ય બધાની સામે મુક્યું હતું.