Not Set/ RMC દ્વારા આજે મીડિયાના પ્રતિનિધિઓ માટે વેક્સીનેશન કેમ્પ યોજાયો , બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં  કુલ ૪૯૦૭ લોકોએ લીધો લાભ

દિવસ અને રાત જોયા વિના સતત કાર્યરત રહેતા મિડીયાના પ્રતિનિધિઓ સમગ્ર કોરોના કાળ દરમિયાન પણ કાર્યરત રહ્યા છે ત્યારે રાજકોટના ભાજપ પ્રવક્તા રાજુભાઈ ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરી અને મુખ્યમંત્રી રૂપાણી પાસેથી રાજકોટના મીડિયાના

Gujarat Rajkot
media vccination camp RMC દ્વારા આજે મીડિયાના પ્રતિનિધિઓ માટે વેક્સીનેશન કેમ્પ યોજાયો , બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં  કુલ ૪૯૦૭ લોકોએ લીધો લાભ

દિવસ અને રાત જોયા વિના સતત કાર્યરત રહેતા મિડીયાના પ્રતિનિધિઓ સમગ્ર કોરોના કાળ દરમિયાન પણ કાર્યરત રહ્યા છે ત્યારે રાજકોટના ભાજપ પ્રવક્તા રાજુભાઈ ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરી અને મુખ્યમંત્રી રૂપાણી પાસેથી રાજકોટના મીડિયાના મિત્રો માટે વેક્સિનેશન કેમ્પ યોજવાની માગણી કરી હતી જેની મંજૂરી મળી હતી. જેના પગલે આજે મીડિયાના મિત્રો માટે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો હતો તેમજ રાજુભાઈ અને મુખ્યમંત્રી પહેલને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાધાન્ય આપી અને કેમ્પનું આયોજન કરતા મીડિયાના મિત્રો એ આ તકે તમામનો આભાર માન્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૩૦-૦૩-૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે મનપાની વેસ્ટ ઝોન કચેરી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે શહેરમાં આવેલ પ્રેસ/મીડિયાના પ્રતિનિધિઓ માટે કોરોના સામેની વેક્સીન લેવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં પ્રેસ/મીડિયાના પ્રતિનિધિઓ સહીત રાજકોટ શહેરમાં કુલ ૪૯૦૭ લોકોને કોરોના સામેની વેક્સીન આપવામાં આવી હતી

આ કેમ્પમાં મેયર ડૉ. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ મંત્રી  બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલ, ભાજપ પ્રવક્તા  રાજુભાઈ ધ્રુવ, મ્યુનિ. શાસક પક્ષના દંડક  સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…