Not Set/ વડોદરામાં મકાનમાં ગેસનો બોટલ ફાટ્યો, બાળક સહિત 4 લોકો ગંભીર રીતે દાઝ્યા

શહેરના ગાજરાવાડીમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ગેસ બોટલ ફાટવાની સાથે ઘરમાં રહેલો સામાન બળી ગયો હતો.

Top Stories Gujarat Vadodara
ગેસ બોટલ ફાટ્યો
  • વડોદરામાં મકાનમાં ગેસનો બોટલ ફાટયો
  • ગાજરાવાડીમાં એક મકાનમાં બોટલ ફાટ્યો
  • એક બાળક સહિત 4 લોકો ગંભીર રીતે દાઝ્યા
  • ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિ. ખસેડાયા
  • બ્લાસ્ટમાં ઘરવકરીનો સામાન ખાખ થઈ ગયો
  • ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

વડોદરામાં દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં ગાજરાવાડીમાં એક મકાનમાં ગેસ બોટલ ફાટ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક બાળક સહિત ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે વિપક્ષી નેતાઓ સામે તાંત્રિક વિધિ કરાઇ હોવાનો ઓડિયો થયો વાયરલ, અપાયા તપાસના આદેશ

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના ગાજરાવાડીમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ગેસ બોટલ ફાટવાની સાથે ઘરમાં રહેલો સામાન બળી ગયો હતો. તો સાથે ચાર લોકો દાધી પણ ગયા છે. આગની જાણકારી મળતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ક્યા કારણે લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી.

આ દુર્ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં વિકિભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ, બાળક વૃતાંષ પટેલ અને ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલી ભારતી લિંબાચિયા પણ દાઝી ગઈ છે.

આપને જણાવી દઈએ કે, આ ઘટનામાં ઘરમાં રહેલા ફ્રીજ ટીવી તથા અન્ય ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે, આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો ગેસના બોટલ ફાટવાનો અવાજ એટલો તીવ્ર હતો કે, બાજુમાં આવેલા પાડોશીના મકાનની દિવાલો પણ ધ્રૂજી ઊઠી હતી. સદનસીબે પાડોશમાં રહેતા પરિવારને કોઈ નુકસાન થવા પામ્યું ન હતું.

આ પણ વાંચો :પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલના ત્રીજા માળેથી કૂદીને વિદ્યાર્થીએ કર્યો આપઘાત

આ પણ વાંચો :રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં છુટછાટ મળશે, જાહેર થશે નવી ગાઇડલાઇન

આ પણ વાંચો :ગાંધીનગરની કેનાલ બની ડેથ પોઇન્ટ, સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું

આ પણ વાંચો :સુરતમાં કોરોનાથી 4 લોકોએ દમ તોડ્યો, જાણો નવા કેટલા કેસ….