Not Set/ વડોદરા : ભાજપનાં ધારાસભ્યનાં પુત્રની ગેસ એજન્સીનું કૌભાંડ ઝડપાયુ, જાણો વિગતે

વડોદરામાં ભાજપના ધારાસભ્ય જીતુ સુખડીયાના પુત્ર હીરેન સુખડીયાની ગેસ એજન્સીમાં ગેસ ચોરીનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી છે. પુરવઠા વિભાગે એજન્સીનાં બે કર્મચારીઓને રંગે હાથે ગેસ રીફલીંગ કરતાં ઝડપી લેતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમા વિસ્તારનાં એક કોમ્પ્લેક્ષમાં આ ગેસ રિફલીંગ કરવામાં આવતું હતું. સમા વિસ્તારમાં ચાલતા ગેસ રીફલીંગમાં અત્યાર સુધી ગેસની ગંધ તો […]

Gujarat Vadodara
lxpromtjvv 1467369433 વડોદરા : ભાજપનાં ધારાસભ્યનાં પુત્રની ગેસ એજન્સીનું કૌભાંડ ઝડપાયુ, જાણો વિગતે

વડોદરામાં ભાજપના ધારાસભ્ય જીતુ સુખડીયાના પુત્ર હીરેન સુખડીયાની ગેસ એજન્સીમાં ગેસ ચોરીનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી છે. પુરવઠા વિભાગે એજન્સીનાં બે કર્મચારીઓને રંગે હાથે ગેસ રીફલીંગ કરતાં ઝડપી લેતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. સમા વિસ્તારનાં એક કોમ્પ્લેક્ષમાં આ ગેસ રિફલીંગ કરવામાં આવતું હતું.

સમા વિસ્તારમાં ચાલતા ગેસ રીફલીંગમાં અત્યાર સુધી ગેસની ગંધ તો ન આવી પણ કૌભાંડની ગંધ જરૂર બહાર આવી ગઇ છે. વડોદરાનાં કોટાલી સ્થિત ગોડાઉનમાંથી ગેસનાં બોટલ ભરીને નિકળેલો આ ટેમ્પો સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલા એક કોમ્પ્લેક્ષમાં ગયો હતો. જયા ગેસનાં બોટલમાંથી ખાલી બોટલમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન પુરવઠા વિભાગનાં અધિકારીઓએ રેડ કરતાં ડ્રાઇવર અને હેલ્પરને ગેસ રિફીલીંગ કરતા રંગે હાથે ઝડપાયો હતા. પુરવઠા વિભાગે ગેસ રિફીલીંગમાં 25 જેટલા ગેસનાં બોટલ ઝડપ્યા હતા.

નિઝામપુરા વિસ્તારમાં આવેલી હેપ્પી ગેસ એજન્સી વડોદરાનાં સયાજીગંજનાં ભાજપનાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાનાં પુત્ર હિરેન સુખડિયા ચલાવે છે અને તેમની જ એજન્સીનાં કર્મચારીઓ સુવ્યવસ્થિત રીતે કૌભાંડ ચલાવતાં હતા. જો કે આ ઘટના સામે આવતા હિરેન સુખડીયાએ હાથ ખંખેરી કાઢયા હતા અને પોતે ઘટનાથી અજાણ હોવાનું કહયુ. એટલુ જ નહી તેમણે તો ઉલટાનું ગ્રાહકોને ગેસ ચોરી ન થાય તેની જવાદારી આપી દીધી. તેમણે કહ્યુ કે ગ્રાહકોની ફરજ બને છે કે તેઓ ગેસનો બોટલ વજન કરીને લે.

પુરવઠા વિભાગે દરોડો પાડયો તો ખબર પડી કે, સમગ્ર કાવતરામાં ગેસ એજન્સી જ હેપ્પી હતી. બાકી ગ્રાહકો તો નારાજ જ હતા. પુરવઠા વિભાગને આ કૌભાંડની અગાઉથી બાતમી મળી હતી. જેને પગલે દરોડો પાડવામાં આવ્યો હતો અને ધારાસભ્ય પુત્ર અને એજન્સીનાં સંચાલક પોતે હાથ અધ્ધર કરી રહયા છે અને પગલાનાં ભાગ રૂપ એજન્સીનાં બે કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા છે. તેમ છતાં આ કૌભાંડને લઇને અનેક સવાલો ઉભા થયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.