Gujarat election 2022/ ગુજરાતમાં સૌથી વધુ થર્ડ જેન્ડર મતદારો વડોદરામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 1417 ‘થર્ડ જેન્ડર’ મતદારો પણ મતાધિકારનો ઉપયોગ કરશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 687 થર્ડ જેન્ડર મતદારો હતા અને તેમાં હવે બમણાથી વધુનો વધારો નોંધાયો છે. વડોદરામાં સૌથી વધુ 223, અમદાવાદમાં 211 થર્ડ જેન્ડર મતદારો છે.

Top Stories Gujarat Vadodara
Third gender voter ગુજરાતમાં સૌથી વધુ થર્ડ જેન્ડર મતદારો વડોદરામાં
  • ગઈ ચૂંટણીની તુલનાએ આ વખતે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા બમણી થઈ
  • વડોદરા પછી અમદાવાદમાં સૌથી વધુ થર્ડ જેન્ડર મતદારો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 1417 ‘થર્ડ જેન્ડર’ મતદારો પણ મતાધિકારનો ઉપયોગ કરશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 687 થર્ડ જેન્ડર મતદારો હતા અને તેમાં હવે બમણાથી વધુનો વધારો નોંધાયો છે. વડોદરામાં સૌથી વધુ 223, અમદાવાદમાં 211 થર્ડ જેન્ડર મતદારો છે.

અમદાવાદ જિલ્લામાંથી નરોડામાં સૌથી વધુ 33, વટવામાંથી 21, વેજલપુરમાંથી 17, સાબરમતીમાંથી 16, ઘાટલોડિયામાંથી 14 અને દાણીલીમડામાંથી 13 થર્ડ જેન્ડર મતદારો પોતાના મતાધિકારનો આ વખતે ઉપયોગ કરશે.

ધંધુકામાં સૌથી ઓછા એક, ધોળકામાં બે, જમાલપુર-ખાડિયામાં ત્રણ સાથે સૌથી ઓછા થર્ડ જેન્ડર મતદારો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં 2017માં ૧૦૧ થર્ડ જેન્ડર મતદારો હતા. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં બમણાથી વધુનો વધારો થયો છે.

વડોદરામાં થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 2017માં 77 હતી અને તે આ વખતે વધીને 223 થઇ ગઇ છે. ડાંગમાં સૌથી ઓછા બે, નર્મદામાં ત્રણ સાથે સૌથી ઓછા થર્ડ જેન્ડર મતદારો છે. અંજાર, થરાદ, દસાડા, ટંકારા, જામનગર ગ્રામ્ય, માણાવદર, લાઠી, રાજુલા, આંકલાવ, શેહરા, મોરવા હડફ, ડભોઇ, સુરતનું મહુવા, વાંસદા, ધરમપુર એવા મતક્ષેત્ર છે જયાં એકપણ થર્ડ જેન્ડર મતદાતા નથી.

આ પણ વાંચો

Gujarat Election 2022/ ઉમેદવારોની પસંદગીમાં દામ નહી, નામ નહી, કામ બોલતા હૈ, ભાજપનું સૂત્ર

Gujarat Election 2022/ દસવી પાસઃ ગુજરાત ભાજપના 25 ટકા ઉમેદવારોની આટલી જ છે