Gujarat/ મુંબઇનાં યુવાનનો તોડ કરવો વડોદરાનાં પોલીસ કોન્સ્ટેબલને પડ્યું ભારે…

મુંબઇનાં યુવાન પાસે 20 હજાર રૂ.ઉપરાંતનો તોડ કરી કિંમતી ચીજવસ્તુઓ બળજબરીપૂર્વક પડાવી લેનાર વડોદરાનાં લાંચિયા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે…

Gujarat Others
zzas1 44 મુંબઇનાં યુવાનનો તોડ કરવો વડોદરાનાં પોલીસ કોન્સ્ટેબલને પડ્યું ભારે...

@અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ – વડોદરા

મુંબઇનાં યુવાન પાસે 20 હજાર રૂ.ઉપરાંતનો તોડ કરી કિંમતી ચીજવસ્તુઓ બળજબરીપૂર્વક પડાવી લેનાર વડોદરાનાં લાંચિયા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રમેશ ગલસર નામનાં આ કોન્સ્ટેબલ સામે તેનાં જ પોલીસ સ્ટેશનમાં ખંડણી સહિતનાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સામાન્ય રીતે પોલીસ ચોપડે પોલીસ કર્મીઓ સામે ફરીયાદ નોંધાતી હોય તેવા કિસ્સાઓ ઘણા ઓછા હોય છે. સેકડો ફરીયાદો ઉચ્ચ અધિકારીઓને મળતી હોય છે. જેમાં મોટે ભાગની ફરીયાદો ખાતાકીય રાહે ચલાવી તેનો નિવેડો લાવી દેવામાં આવતો હોય છે. જ્યારે ઘણા ઓછા કિસ્સાઓમાંં પોલીસ અધિકારીઓ સ્હેજ પણ સાખી લેતા નથી. તેવો જ એક કિસ્સો માંજલપુર પોલીસના ચોપડે નોંધાયો છે. વડોદરાનાં માંજલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઇનો એન્જિનિયર અમિતકુમાર પોતાની કાર લઇ દિવાળી પૂર્વે ઉદેપુર જવા માટે નિકળ્યો હતો. રાત્રી બે વાગ્યાની આસપાસ કરજણ પહોંચ્યો હતો. જ્યાં હાઇવે પર ભારે ટ્રાફિક હોવાથી તેણે શોર્ટ કટ રસ્તો શોધવા માટે ગુગલનો સહારો લીધો હતો. ગુગલ મેપના આધારે તે મોડી રાત્રે બીલ-ચાણસદ રોડ પર પહોંચ્યો હતો. જ્યાં માંજલપુર પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર પોતાની સ્કોર્પીયો કાર અને ટોળકી સાથે હાજર હતા રમેશ ગલસરે મોડી રાત્રે કાર આવતી જોઇ તેને અટકાવી હતી. અને કારમાં તપાસ કરતા પોલીસને દારૂની બે બોટલો મળી આવી હતી. દારૂ જોઇ પોલીસે અમિતની પુછપરછ કરતા તે ઉદેપુરા જતો હોવાનુ જણાવ્યું હતુ. પણ ગાડીમાંથી દારૂની બે બોટલ મળી એટલે કેસ કરવાની અને પોલીસ સ્ટેશન લઇ જવાની વાત શરૂ થઇ. જેથી અમિતે મામલાની પતાવટ માટેની વાત કરી હતી.

zzas1 45 મુંબઇનાં યુવાનનો તોડ કરવો વડોદરાનાં પોલીસ કોન્સ્ટેબલને પડ્યું ભારે...

અમિતની વાત સાંભળી લાલચુ પોલીસ કોન્સ્ટેબલે રૂ. 20 હજારની માંગણી કરી હતી. રૂપિયા આપવા માટે અમિત તૈયાર પણ થયો પરંતુ રોકડા તેની પાસે ન હતા. જેથી રોકડ રકમ લેવા માટે પોલીસ અમિતને બે ATM પર લઇ ગઇ અને રૂ. 10 હજાર લઇ લીધા હતા. બાકીના 10 હજાર માટે કોન્સ્ટેબેલ તેના જાણીતા પટ્રોલ પમ્પ પર મોકલી રૂપિયા લેવડાવી દીધા હતા. આમ દારૂનો કેસ નહીં કરવા માટે કોન્સ્બેટલ રમેશ ગલસરે રૂ. 20 હજાર લઇ મામલો રફેદફે કરી દીધો હતો. પરંતુ વાત આટલે જ અટકતી નથી. ઉદેપુર પહોંચેલા અમિતકુમારે કારમાં તપાસ કરતા કામ અર્થે મુકેલા રૂ. 18 હજાર રોકડા, પીક્સલ કંપનીનો રૂ. 40 હજારનો ફોન અને રૂ. 40 હજારની એપ્પલ વોચ ગાયબ હતી. જોકે અમિત પોલીસ કર્મીઓ સિવાય કોઇની સાથે ઉભો ન હતો, ના તો તેને કાર કોઇને આપી હતી. જેથી તેને શંકા ઉપજવી અને કોન્સ્ટેબલ રમેશ ગલસરને ફોન કર્યો હતો. જોકે આ કારમાંથી રોકડ રકમ ફોન અને એપ્પ્લ વોચ તેને લીધી હોવાનુ સ્વીકાર્યું ન હતું. જેથી અમિત દ્વારા વારંવાર ફોન કરી એપ્પલ વોચ અને ફોન પાછા આપી દેવા વિનંતી કરવા છતાં કોન્સ્બેટલ માન્યો ન હતો. જેથી અમિતે આ મામલે વડોદરા પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટને સમગ્ર ઘટના ઇ-મેલમાં જણાવી હતી. પોલીસ કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લેતા એસીપી એ.બી કુંપાવતને તપાસ સોંપી હતી. તપાસના અંતે ઉપરોક્ત તમામ હકીકત બહાર આવતા ડીસીપી ઝોન-3 ડો. કરણરાજ વાઘેલાની સુચનાથી લાંચીયા કોન્સ્ટેબલ સામે બળજબરી રૂપિયા પડાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

zzas1 47 મુંબઇનાં યુવાનનો તોડ કરવો વડોદરાનાં પોલીસ કોન્સ્ટેબલને પડ્યું ભારે...

ઝડપાયેલા રમેશ ગલસર નામનાં પોલીસ કોન્સ્ટેબલે લોકડાઉન દરમ્યાન અનેક જરૂરિયાતમંદોની સેવા કરી હોવાનાં વિડીયો સોશિયલ મીડિયામાં ચમક્યા હતાં..પરંતુ મુંબઇનાં યુવાનને આ રીતે લૂંટવાનું કૃત્ય પણ આ જ કોન્સ્ટેબલ દ્વારા કરાતાં હવે તેનાં જ વિભાગનો ગાળિયો તેનાં પર કસાયો છે.. આ મામલામાં તેને મદદ કરનાર તેનાં ત્રણ સાગરીતોની પણ ધરપકડ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો