દંડ/ વડોદરાવાસીઓએ માસ્કના પહેરતા કોર્પોરેશને 43 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો

કોરોનાના કપરા કાળમાં માસ્ક મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 43,81,100 રૂપિયાના દંડની વસૂલાત કરી હોવાની વિગત સામે આવી છે. શહેરમાં રહેતા અતુલ ગામેચીએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરટીઆઇ કરીને વિગત વીશેની માહિતી માંગી હતી.

Gujarat
Untitled 5 વડોદરાવાસીઓએ માસ્કના પહેરતા કોર્પોરેશને 43 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો

કોરોનાની બીજી લહેર મંદ પડી છે, ત્યારે લોકોને લાગી રહ્યુ છે કે, કોરોના સંર્પુણ  રીતે જતો રહ્યો છે. અને કદાચ આ જ કારણોસર હવે લોકોમાં કોરોનાનો ભય પણ નથી રહ્યો. જેના કારણે અન્ય કોઇ સાવચેતી તો રાખતા નથી પરંતુ માસ્ક પહેરવાનું પણ ટાળે છે. સંસ્કાર નગરી ગણાતા વડોદરામાં આરટીઆઇ રાઇટ ટૂ ઇર્ન્ફોમેશન દ્ધારા જાણવા મળ્યુ છે કે બીજી લહેર દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશને વડોદરાવાસીઓ પાસેથી 43 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

કોરોનાના કપરા કાળમાં માસ્ક મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 43,81,100 રૂપિયાના દંડની વસૂલાત કરી હોવાની વિગત સામે આવી છે. શહેરના એક જાગૃત નાગરિક અતુલ ગામેચીએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરટીઆઇ કરીને આ તમામ વિગત વીશેની માહિતી માંગી હતી.

આતુલ ગામેચીએ દંડની વસૂલાત કેટલી વ્યાજબી છે તે અંગે પણ પ્રશ્ન કર્યા હતા. એટલુ જ નહીં  મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર રીતે દંડની વસૂલાત કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અને તેમણે આ વીશે તપાસની માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી વોર્ડ 1માંથી વસૂલાયેલા દંડની રકમ 6,22,750 રૂપિયા, વોર્ડ નંબર 2માંથી 2,72,500 રૂપિયા, વોર્ડ 3માંથી 4,27,300 રૂપિયા, વોર્ડ નંબર 4માંથી 5,59,250 રૂપિયા, વોર્ડ નંબર 5માંથી 3,81,700 રૂપિયા, વોર્ડ નંબર 6માંથી 1,73,400 રૂપિયા, વોર્ડ નંબર 7માંથી 5,12,100 રૂપિયા, વોર્ડ નંબર 8માંથી 75,000 રૂપિયા, વોર્ડ નંબર 9માંથી 3,44,200 રૂપિયા, વોર્ડ નંબર 10માંથી 2,91,500 રૂપિયા, વોર્ડ નંબર 11માંથી 2,59,000 રૂપિયા, અને વોર્ડ નંબર 12માંથી 4,62,400 રૂપિયા મળી કુલ અંદાજિત રકમ 43,81,100 રૂપિયાનો દંડ વડોદરાવાસીઓએ  ચૂકવ્યો છે.