ગાંધીનગર/ આ પૂર્વ MLA અને ધારણ કરશે કેસરિયો, કોંગ્રેસમાંથી ફાડી ચુક્યા છે છેડો

આજે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારુ ભાજપ કાર્યાલય કમલમમ ખાતે વિધિવત ભાજપમાં સામેલ થવાના છે.

Gujarat Others
MLA
  • પૂર્વ MLA પ્રવિણ મારૂ જોડાશે ભાજપમાં
  • રા.સભાની ચૂંટણી પહેલા આપ્યું હતુ રાજીનામું
  • MLA પદ પરથી આપ્યું હતુ રાજીનામું
  • કોંગ્રેસમાંથી પ્રવિણ મારૂ ફાડી ચુક્યા છે છેડો
  • MLA પદ પરથી આપ્યું હતુ રાજીનામું

ગુજરાતનાં રાજકારણમાં ખૂબ મોટા સમાચાર સામે આવ્યાં છે. વિધાનસભા ચૂંટણી અગાઉ વધુ એક પૂર્વ MLA ભાજપમા સામેલ થશે. આજે ગઢડાના પૂર્વ MLA પ્રવિણ મારુ ભાજપ કાર્યાલય કમલમમ ખાતે વિધિવત ભાજપમાં સામેલ થવાના છે. પ્રવિણ મારુએ 2020-21 દરમિયાન યોજાયેલી રાજ્યસભાની ચૂંટણ પહેલા ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.

સાણંદના પૂર્વ MLA  કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ છે. કમાભાઈને આજે ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. કમાભાઈ રાઠોડ તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ છે.ત્યારે થોડા દિવસો અગાઉ માંડલના પૂર્વ MLA પ્રાગજીભાઈ પટેલ પણ જોડાયા હતા.કમલમ ખાતે તેઓ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં પુન: પ્રવેશ્યા અને કેસરિયો ધારણ કર્યો.

આ પણ વાંચો :એપ્રિલ મહિનાના પ્રારંભમાં ગરમીનો પ્રકોપ, 108 ઇમરજન્સી સેવાના કેસમાં વધારો

આ પણ વાંચો :રાજ્ય સરકારના 7 લાખ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન, જો માંગણીઓ નહીં સંતોષાય તો…