Not Set/ વડોદરા: નવરાત્રીમાં વેકેશનનાં રાજ્ય સરકારનાં નિર્ણયને આવકાર, યુવા ગ્રુપે આતશબાજી કરી નિર્ણયને વધાવ્યો

વડોદરા. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીનાં વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વેકેશનની જાહેરાત કરવામાં આવતા રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે બીજી બાજુ વડોદરામાં યુવા ગ્રુપે આતશબાજી કરી આ નિર્ણયને વધાવ્યો છે અને યુવાઓએ સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવે દ્વારા રાજકોટ ખાતે જાહેરાત કરવામાં આવી […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Vadodara Politics
vadodara navaratri વડોદરા: નવરાત્રીમાં વેકેશનનાં રાજ્ય સરકારનાં નિર્ણયને આવકાર, યુવા ગ્રુપે આતશબાજી કરી નિર્ણયને વધાવ્યો

વડોદરા.

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીનાં વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વેકેશનની જાહેરાત કરવામાં આવતા રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે બીજી બાજુ વડોદરામાં યુવા ગ્રુપે આતશબાજી કરી આ નિર્ણયને વધાવ્યો છે અને યુવાઓએ સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.

ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવે દ્વારા રાજકોટ ખાતે જાહેરાત કરવામાં આવી હતી કે આ વર્ષે નવરાત્રીનાં તહેવારો દરમિયાન રાજ્યની શાળાઓ અને કોલેજોમાં એક અઠવાડિયાનું મીની વેકેશન રહેશે.

શિક્ષણ મંત્રી વિભાવરી દવેની આ જાહેરાત બાદ રાજ્યમાં નવરાત્રીના મીની વેકેશન સંદર્ભે મિશ્ર પ્રતિઘાતો જોવા મળી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં જ 500 જેટલી શાળાઓએ નવરાત્રીના આ મીની વેકેશનનો વિરોધ વ્યક્ત કર્યો છે. જયારે રાજ્યના અન્ય સ્થળોએ પણ આ મીની વેકેશનનો વિરોધ થઇ રહ્યો છે.

આ દરમિયાન વડોદરા ખાતે શિક્ષણ મંત્રીના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વડોદરાના યુવા ગ્રુપ દ્વારા આજે ડેરીડેન સર્કલ પાસે એકઠા થઇને આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. આટલું જ અહીં આતશબાજી પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર હવેથી શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન મળશે. આ અંગે રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરી દવેએ વિશેષ જાહેરાત કરી છે. નવરાત્રીમાં શાળા-કોલેજોમાં 7 દિવસનું વેકેશન રહેશે. પરંતુ દિવાળીનાં વેકેશનમાંથી દિવસો બાદ કરાશે. એટલે કે દિવાળીનું વેકેશન 21 દિવસનાં બદલે હવે 14 દિવસનું રહેશે.