Haldwani violence/ હલ્દવાની હિંસાને પગલે મુસ્લિમો ઘર છોડી ભાગી રહ્યા છે…

હિંસા દરમિયાન માર્યા ગયેલા ફઈમનું ઘર સંજયની નજીકમાં જ છે. સંજયના ભાઈ સંજયનું કહેવું છે કે સંજયે કોઈને ગોળી મારી નથી. ફઈમ સાથે તેનો ઝઘડો મામુલી વાત પર થયો હતો. 8 ફેબ્રુઆરીએ સંજય ક્યાં હતો એમ પૂછતા સંજીવે કહ્યું કે તે ઘરમાં જ હતો. સાંજે 5 વાગ્યે તોફાનો થયા ત્યારે પોલીસ ભાગતા ભાગતા અમારા મહોલ્લામાં આવી હતી. ટોળું તેમની પર પથ્થરમારો કરી રહ્યું હતું. અવાજ સાંભળીને સંજય ઘરની બહાર આવ્યો હતો. તેણે પોલીસને પાણી પીવડાવ્યું હતું. મહિલા પોલીસને પોતાના ઘરમાં બોલાવી લીધી હતી.

Top Stories India
Beginners guide to 34 1 હલ્દવાની હિંસાને પગલે મુસ્લિમો ઘર છોડી ભાગી રહ્યા છે...

@Nikunj Patel

Uttarakhand News: ઉત્તરાખંડના હલ્દવાનીની ગફૂર વસ્તી વિરાન પડી છે. ઘરો પર તાળા લાગેલા છે. ઠેકઠેકાણે પોલીસ બંદોબસ્ત છે. તૂટેલી ગાડીઓ, સળગેલી બાઈકો અને ઘરો પર આગના નિશાન હજી પણ દેખાય છે.

8 ફેબ્રુઆરીના રોજ ગફૂર વસ્તીમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદ અને મદરેસા તોડી પડાતા હિંસા ફાટી નીકળી હતી. જેમાં 6નાં મોત થયા હતા અને અંદાજે 500 જણા ઘાયલ થયા છે. હિંસાને ચાર દિવસ વીતી ગયા છે. પરંતુ આખો વિસ્તાર હજી સીલ છે. 8 ફેબ્રુઆરીએ ત્રણ ઠેકાણે હિંસા થઈ હતી. ગફૂર વસ્તીમાં બગીચા, ગાંધીનગર અને બનભૂલપુરા થાણા. ગાંધીનગરમાં હિંસા વાળી જગ્યાએ એક તરફ મુસ્લિમો રહે છે અને બીજી તરફ હિન્દુ, મુસ્લિમ વસ્તીમાં લોકો ઘર છોડીને જઈ રહ્યા છે.

પોલીસ આ વિસ્તારમાં સર્ચ એન્ડ એરેસ્ટ ઓપરેશન ચલાવી રહી છે. અહીં રહેતી શમા પરવીનનું કહેવું છે કે શનિવારે બપોરે 4 વાગ્યે પોલીસ આવી હતી અને અંદાજે 500 લોકોને લઈ ગઈ હતી. ઘરવાળાઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. વધુમાં પરવીને કહ્યું કે, તેનો પતિ નઈમ મજુરી કરે છે. પોલીસે પહેલા મારા પતિની રીક્ષા તોડી નાંખી. પોલીસે દરવાજો ખખડાવ્યો તો મેં દરવાજો ખોલ્યો. પોલીસે ઘરમાં આવીને તોડફોડ કરી હતી. તેઓ સામાન ઉઠાવીને ફેંકવા લાગ્યા હતા. નઈમને મારઝુડ કરીને ઘરની બહાર લઈ ગયા હતા. પોલીસ આયશાના 22 વર્ષના દીકરા અરબાઝને પણ લઈ ગઈ હતી.

અહીં રહેતી અનીશાનું કહેવું છે કે તેના દીકરા સઈદને પણ પોલીસ લઈ ગઈ હતી. વસ્તીમાં તેમના બે ઘર છે. એક ઘરમાં દીકરો સઈદ અને બીજા ઘરમાં તેનો નાનો ભાઈ રાશીદ રહે છે. બીજા ઘરમાં અનીશા છુટાછેડા લીધેલી દીકરી સાથે રહે છે. અનીશાનું કહેવું છે કે પોલીસ તેના ઘરમાં ઘૂસી અને બાદમાં સઈદના ઘરે ગઈ હતી. પોલીસે મને ધક્કો માર્યો ત્યારથી મારી આંખ સૂઝેલી છે. પોલીસે સઈદની બાઈકનો કાચ તોડી નાંખ્યો હતો. મારા નાના દીકરાના હાથ પગ ચાલતા ન હોવાથી પોલીસે તેને તમાચા માર્યા હતા. બાદમાં સઈદને લઈ ગઈ હતી.

વસ્તીવાળાઓનું કહેવું છે કે, પોલીસ જે લોકોને લઈ ગઈ તે ક્યાં છે તેની કોઈને ખબર નથી. પોલીસ પણ કંઈ જણાવતી નથી. હલ્દવાનીમાં થયેલી હિંસામાં બે નામ સામે આવી રહ્યા છે. સંજય સોનકર અને અબ્દુલ મલિક. રેલ્વે કોન્ટ્રાક્ટર અબ્દુલ તોડી પડાયેલી મસ્જિદ અને મદરેસાની જમીનનો માલિક છે. જ્યારે સંજય લોકલ માફિયા અને હિસ્ટ્રીશીટર હોવાનું કહેવાય છે.

હલ્દવાનીમાં થયેલી હિંસામાં 30 વર્ષીય ફઈમ સહિત 6 જણાના મોત નિપજ્યા હતા. ગાંધીનગરની વાલ્મિકી વસ્તીમાં રહેતા ફઈમના ઘરની બાજુમાં જ સંજયનું ઘર છે. ફઈમના ભાઈ જાવેદનો આરોપ છે કે સંજયે જ ફઈમને ગોળી મારી હતી. ફઈમના નાના ભાઈ અનસે સંજયને ગોળીબાર કરતા જોયો હતો. જોકે સંજય વિરૂદ્ધ કોઈ ગુનો હજી દાખલ થયો નથી.

સંજયના ઘરની બહાર પણ હિંસા થઈ હતી. સંજયના ભાઈ સંજીવનું કહેવું છે કે અમારો પરિવાર આઝાદી સમયે રાનીખેતથી હલ્દવાની આવ્યો હતો. સંજયનો પુત્ર ક્રિકેટર છે અને અંડર 19માં રમી ચુક્યો છે. તે એમ.એ.નો અભ્યાસ કરે છે અને એ.બી.વી.પી.માં નગર મંત્રી છે. તેની દીકરી બી.કોમ.નો અભ્યાસ કરે છે.

વસ્તીમાં લોકો સંજયને ચરસ માફિયા અને હિસ્ટ્રીશીટર હોવાનું કહે છે. તેણે ધો.8 સુધી અભ્યાસ કર્યો છે. 199માં તે બજરંગ દળમાં જોડાયો હતો. 2001 થી 2004 સુધી તે સમાજવાદી પાર્ટીમાં રહ્યો હતો. 2005માં તે કોંગ્રેસમાં જોડાયો હતો. હાલ સંજય કોઈ પાર્ટીમાં નથી.

જોકે, મુસ્લિમ પક્ષનું કહેવું છે કે સંજય બીજેપીના કાર્યક્રમોમાં સક્રિય રહે છે. સંજય પહેલા પણ ઘણા કેસમાં જેલ જઈ આવ્યો છે. 2003માં તેની પર આઝાદપુર માર્કેટમાં વેપારી અજયકુમારની હત્યાનો આરોપ લાગ્યો હતો.

હલ્દવાની હિંસામાં મોહમ્મદ શબાનાનું મોત થયું હતું. શબાનાના ભાઈ ઉસ્માન સંજય બાબતે જણાવે છે કે સંજય માહોલ બગાડવાની કોશિષ કરતો હોય છે. 6 મહિના પહેલા તેણે કેટલાક લોકો સાથે ગાંધીનગરની બિલાલી મસ્જિદ પર પથ્થરમારો કર્યો હતો અને હવામાં ગોળીબાર પણ કર્યો હતો. રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વખતે તેણે આઝાદપુરમાં મસ્જિદ સામે ધાર્મિક નારા લગાવ્યા હતા.

હિંસા દરમિયાન માર્યા ગયેલા ફઈમનું ઘર સંજયની નજીકમાં જ છે. સંજયના ભાઈ સંજયનું કહેવું છે કે સંજયે કોઈને ગોળી મારી નથી. ફઈમ સાથે તેનો ઝઘડો મામુલી વાત પર થયો હતો. 8 ફેબ્રુઆરીએ સંજય ક્યાં હતો એમ પૂછતા સંજીવે કહ્યું કે તે ઘરમાં જ હતો. સાંજે 5 વાગ્યે તોફાનો થયા ત્યારે પોલીસ ભાગતા ભાગતા અમારા મહોલ્લામાં આવી હતી. ટોળું તેમની પર પથ્થરમારો કરી રહ્યું હતું. અવાજ સાંભળીને સંજય ઘરની બહાર આવ્યો હતો. તેણે પોલીસને પાણી પીવડાવ્યું હતું. મહિલા પોલીસને પોતાના ઘરમાં બોલાવી લીધી હતી.

બીજી તરફ અબ્દુલ મલિક હલ્દવાની હિંસાનો માસ્ટર માઈન્ડ કહેવાય છે. પોલીસ હજી સુધી તેની ધરપકડ કરી શકી નથી. જે મલિક બગીચાથી હિંસા શરૂ થઈ તે અબ્દુલ મલિકનું જ છે. ગેરકાયદે ગણાવીને તોડી પડાયેલી મસ્જિદ અને અબ્દુલ રજ્જાક જકારીયા મદરેસા 2002માં બનભુપુરાના કંપની બાગ વિસ્તારમાં બનાવાયા હતા. ત્યારથી અબ્દુલ મલિક અને તેની પત્ની સફિયા મલિક તેની દેખરેખ કરી રહ્યા હતા.

6 ફેબ્રુઆરીએ સફિયા મલિકે ઉત્તરાખંડ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે જે જમીન પર મસ્જિદ અને મદરેસા બન્યા છે તેને 1937માં પટ્ટા પર અપાયા હતા. 1994 તી આ જમીન તેમની પાસે છે. પટ્ટા રિન્યુની એપ્લિકેશન 2007માં જીલ્લા પ્રશાસન પાસે પડેલી છે.

27 જાન્યુઆરીએ નગર નિગમે વગર નોટીસે જબરજસ્તી જમીન હડપવાનો પ્રયાસ કર્યો હતો. 30 જાન્યુઆરીએ નગર નિગમે અબ્દુલ મલિકને નોટીસ મોકલી હતી. તેના પર લખ્યું હતું કે, ઉત્તરાખંડ મજુલ પોલીસી 2021 અને નગર નિગમ એક્ટ 2009 મુજબ 1 ફેબ્રુઆરી સુધી મસ્જિદ અને મદરેસા તોડી કે ખાલી નહીં કરાય તો નગર નિગમ તેને તોડી પાડશે.

એસ.એસ.પી. પ્રહલાદ સિંહ મીણાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 25 જણાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 જણાની ધરપકડ થઈ છે. આરોપીઓ પાસેથી ગેરકાયદે હથિયારો મળ્યા છે. જેમાં થાણામાંથી લૂંટેલા 100 કારતૂસ પણ સામેલ છે. તે સિવાય એક સબ ઈન્સ્પેક્ટરની લૂંટી લેવાયેલી પિસ્ટોલ કબજે કરવાની કોશિષ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…