Not Set/ વલસાડ : શહેરમાં ખાડા કે ખાડામાં શહેર, રોડ પરથી પસાર થવું એટલે, ઉટની સવારી કરવા બરોબર

વલસાડ શહેર માં ચોમાસા પહેલા બનેલા રસ્તાઓ ભર ચોમાસે એવી રીતે તંત્ર ના પાપે તૂટયા છે કે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા  છે અને શહેરમાં ખાડા કે ખાડા માં શહેર એ ખબર જ પડતી નથી. વલસાડ શહેર ની વાત કરીએ તો શહેર ના પ્રવેશ દ્વાર પર થી આખા શહેર માં ફરો એટલે જાણે  ઉટ […]

Top Stories Gujarat Others
વલસાડ 1 વલસાડ : શહેરમાં ખાડા કે ખાડામાં શહેર, રોડ પરથી પસાર થવું એટલે, ઉટની સવારી કરવા બરોબર

વલસાડ શહેર માં ચોમાસા પહેલા બનેલા રસ્તાઓ ભર ચોમાસે એવી રીતે તંત્ર ના પાપે તૂટયા છે કે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા  છે અને શહેરમાં ખાડા કે ખાડા માં શહેર એ ખબર જ પડતી નથી.

વલસાડ શહેર ની વાત કરીએ તો શહેર ના પ્રવેશ દ્વાર પર થી આખા શહેર માં ફરો એટલે જાણે  ઉટ ની સવારી કરી રહ્યા હોય તેમ તમને લાગશે,  આ વાત સાચી છે  આ વાત અમે  નહિ પણ શહેર ના લોકો કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાકટર અને તંત્ર ના અધિકારી ઓની લાયલીયાવાડી  ને લીધે  શહેર ના રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી ગયા છે જેને કારણે અનેક જગ્યા પર જાણે ચંદ્ર ની સપાટી પર ફરી રહ્યા હોય તેવો એહસાસ થઇ રહ્યો છે પ્રજાજનો એટલી હદે પરેશાન છે કે તેઓ હવે પોતાના વાહનમાં નથી નીકળી રહ્યાં તો બીજી તરફ કેટલાક ગણેશ મંડળ ની મૂર્તિ વિસર્જન દરમિયાન મુર્તિ પણ આ ખાડા ને લીધે ખંડિત થઈ ગયી હતી.

શહેરી જનો સાથે ગણેશ ભક્તો પણ તંત્ર સામે રોસે ભરાયા છે.  ચોમાસા પેહલા કરોડો રૂપિયા ના ખર્ચે બનેલ આ રસ્તાઓ વરસાદ તો હજી પૂરો નહીં થયો ત્યાં તો તૂટી ગયા…  આ તો કેવું કામ .. ? એવા સવાલ ઉઠી રહ્યા છે.  આ કેવી લાલયવાડી..?

રસ્તા ના ખાડા જોઈ ને અધીકારી અને કોન્ટ્રાકટર ના મેળાપીપણા  નો ભ્રષ્ટાચાર ખાડા માંથી અવાજ  આવિરહયો છે અને કહી રહ્યું છે કે, અહીં ભ્રષ્ટાચાર થયો છે.  એટલી હદે વલસાડ શહેર માં રસ્તાઓ  ખરાબ થયા છે ત્યારે અહીંના શહેરીજનો ની એક જ માંગ છે કે ચોમાસા પૂર્ણ થતાં પહેલાં રસ્તાઓ સારા  થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય એજ માંગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન