Not Set/ વલસાડ/ કેમ ન.પા. નાં સભ્યો કેદીનાં કપડા પહેરી પહોંચ્યા સામાન્ય સભાંમાં ?

વલસાડમાં આજે ભારે રાજકીય નાટક ભજવાતું જોવામાં આવ્યું હતું. વલસાડ નગર પાલીકાની સામાન્ય સભામાં ભારે હોબાળો સર્જાયો હતો. વિપક્ષ અને શાસક પક્ષ બંને આમને સામને જોવામાં આવ્યા, આમતો હંમેશા આમને સામને જ જોવામા આવે સ્વાભાવીક છે પરંતુ આ વખતે વિપક્ષની સાથે સાથે સત્તા પક્ષનાં અમુક સભ્યો પણ વિરોધ અને હોબાળામાં વિરોધપક્ષ સાથે જોડાયા હતા. વાત જાણે […]

Top Stories Gujarat Others
valsad napa વલસાડ/ કેમ ન.પા. નાં સભ્યો કેદીનાં કપડા પહેરી પહોંચ્યા સામાન્ય સભાંમાં ?

વલસાડમાં આજે ભારે રાજકીય નાટક ભજવાતું જોવામાં આવ્યું હતું. વલસાડ નગર પાલીકાની સામાન્ય સભામાં ભારે હોબાળો સર્જાયો હતો. વિપક્ષ અને શાસક પક્ષ બંને આમને સામને જોવામાં આવ્યા, આમતો હંમેશા આમને સામને જ જોવામા આવે સ્વાભાવીક છે પરંતુ આ વખતે વિપક્ષની સાથે સાથે સત્તા પક્ષનાં અમુક સભ્યો પણ વિરોધ અને હોબાળામાં વિરોધપક્ષ સાથે જોડાયા હતા.

વાત જાણે આવી છે કે, વલસાડમાં પૂર્વે નગર પાલીકાનાં શાસક અને વિપક્ષ દ્વારા એક એજન્ડ બનાવવામાં આવ્યો હતો અને પ્રજાનાં હિતમાં તમામ દ્વારા નકકી કરવામાં આવ્યું તું કે, આ ઘડાયેલા એજન્ડ મુજબ કામો કરવામાં આવશે. એજન્ડાનાં કામ શરૂ ન થતાં વિરોધપક્ષ દ્વારા હોબાળો શરુ કરવામાં આવ્યો હતો અને તેમા શાસક પક્ષનાં અમુક સભ્યો પણ જોડાયા હતા. તમામે સાથે મળીને એજન્ડાના કામ શરૂ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆત સમયે આવું બન્યું કે ઉશ્કેરાયેલા સભ્યોમાંનાં કેટલાક સભ્યોો તો સામાન્ય સભામાં કેદીનાં કપડા પહેરીને પહોંચી ગયા હતા.

વાત આવી બની કે, ઉગ્ર રજૂઆતનાં પગલે વલસાડ પાલીકાનાં ચીફ ઓફિસર દ્વારા સભ્યોને જેલમાં મોકલી દેવાની ઘમકી આપવામાં આવી હોવાની વાત જાણવામાં આવી રહી છે. COની ઘમકીનાં પગલે રોષે ભરાયેલા સભ્યો કેદી હોય તેમ કેદીના કપડા પહેરીને જ સામાન્ય.સભામાં પહોંચ્યા હતા અને સામાન્ય સભામાં વિપક્ષનાં સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વલસાડ:નગર પાલીકીની સામાન્ય સભા આ મામલે ભારે નાટયાત્મક બની રહી હતી.

ત્રણ સભ્યો કેદીના પહેરવેશમાં પહોંચ્યા સભામાં પહેચી COના જેલ હવાલેના ફરમાન સામે વિરોધ નોંધાવી વિરોધ કરતા જોવામાં આવ્યા.  પાલિકા કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન સામે CO દ્વારા આવું ફરમાન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે શાસક પક્ષના બે અને એક વિપક્ષ સભ્ય દ્વારા આ ફરમાનનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.