vibrant gujarat/ વાઇબ્રન્ટ ગુજરાત – 2022ને લઈ સરકાર થઈ સક્રિય, દુનિયાના 9 દેશો કન્ટ્રી પાર્ટનર બનવા માટે થયા તૈયાર

વાઇબ્રન્ટ ગુજરાત -2022 માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર અને સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્રએ કવાયત તેજ કરી છે.

Gujarat Others
વાઇબ્રન્ટ ગુજરાત
  • વાઇબ્રન્ટ ગુજરાત-2022 માટે કવાયત તેજ
  • વિશ્વના 9 દેશો કન્ટ્રી પાર્ટનર માટે તૈયાર
  • 10 હજાર 500 કરતાં વધુ કંપનીનું રજીસ્ટ્રેશન
  • હજી વિવિધ રાજ્યોમાં રોડ-શોનું આયોજન
  • ગુજરાતમાં વધુ મૂડીરોકાણ અને રોજગારીની તક
  • ગ્લોબલટ્રેડ-શોમાં વિવિધ દેશ-વિદેશની કંપનીઓ ભાગ લેશે
  • 10 થી 13 જાન્યુઆરી-2022 દરમિયાન ગ્લોબલ ટ્રેડ-શો

વાઇબ્રન્ટ ગુજરાત -2022 માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર અને સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્રએ કવાયત તેજ કરી છે. ગુજરાતમાં વધુ ને વધુ કંપનીઓ આવે અને રોજગારીની તકો પ્રાપ્ય થાય એ દિશામાં સક્રિય પ્રયાસ હાથ ધરાયાં છે.

આ પણ વાંચો :ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો, જમણવાર બાદ 5 લોકોના થયા મોત

વાઇબ્રન્ટ ગુજરાત-2022  જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજવા તડામાર તૈયારી શરૂ થઇ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અન્ય રાજ્યોમાં રોડ-શો સહિત વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં લાવવા ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં સરકાર અને સાથે વહીવટીતંત્ર ખાસ કરીને ઉદ્યોગવિભાગના ઉચ્ચઅધિકારીઓ વ્યસ્ત બન્યા છે. સરકાર અને ઉદ્યોગ સહિતના વિભાગના પ્રયાસથી નવ દેશોએ વાઇબ્રન્ટ ગુજરાત-2022 માટે કન્ટ્રી પાર્ટનર બનવા માટે તૈયારી દર્શાવી છે.

  • ઓસ્ટ્રેલિયા     
  • ડેનમાર્ક
  • પોલેન્ડ
  • જાપાન
  • દક્ષિણ કોરિયા
  • નેધરલેન્ડ
  • ફીનલેન્ડ
  • સ્વીડન
  • ઇઝરાયેલ

જો કે યુએઇ – ફ્રાન્સ અને કેનેડા જેવા દેશોએ આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.પરંતુ આગામી સમયમાં રજીસ્ટ્રેશન કરાવવાની દિશામાં તેઓ સાથે પ્રયાસ થઇ રહ્યાં છે. કન્ટ્રી પાર્ટનર ઉપરાંત 5 હજાર 944 વ્યક્તિગત રોકાણકારોએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે તત્પરતા દાખવી છે.જ્યારે 4 હજાર 614 કંપનીઓએ પણ ગુજરાતમાં આવવા ઉત્સુક્તા દાખવી રજીસ્ટ્રેશન કરાવતાં વહીવટીતંત્ર અને સરકારે રાહતનો દમ લીધો છે.

આ પણ વાંચો :ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, એકનું મોત

ગુજરાતમાં ભલે કોરોના અને ઓમીક્રોનનો ખતરો સતાવી રહ્યો છે. આમ છતાં ગુજરાતમાં રોકાણ કરવા અન્ય રાજ્યો અને દેશના રોકાણકારોએ શ્રેષ્ઠ રૂચિ દાખવતાં હજી વાઇબ્રન્ટ ગુજરાત – 2022 માટે સારા પરિણામ મળવાની આશા છે.

ગાંધીનગર હેલીપેડ ખાતે 10 થી 13 જાન્યુઆરી-2022 સુધી આયોજીત ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેવા માટે પણ સરકાર અને ઉદ્યોગવિભાગે કવાયત હાથ ધરી છે. પરિણામે કોરોના-ઓમીક્રોનની કોઇ અસર વિના વાઇબ્રન્ટ ગુજરાત-2022 સફળ બનાવવા પ્રયાસ તેજ બન્યા છે.પરંતુ વિદેશના મહાનુભાવો ગુજરાતના અતિથિ બને ત્યારે પૂરતી કાળજી દાખવવી જરૂરી રહેશે  આ હેતુ પણ તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે.

આ પણ વાંચો :  ધ્રાંગધ્રાનાં પૂર્વ MLA અને પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના પત્નીનું નિધન

આ પણ વાંચો :બજરંગ દળના કાર્યકરોએ રેસ્ટોરન્ટમાં ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ના બેનર સળગાવ્યા 

આ પણ વાંચો :દેવગઢબારિયામાં સામાજિક પ્રસંગમાં જમણવાર બાદ 5 લોકોના મોત