Not Set/ આર હરી કુમાર ઇન્ડિયન નેવી ચીફ તરીકે 30 નવેમ્બરથી સંભાળશે પદભાર

અત્યારે પશ્ચિમી નેવી કમાનના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ છે, તેઓ 30 નવેમ્બરથી ઇન્ડિયન નેવી ચીફ તરીકે પોતાનો નવો કાર્યભાર સંભાળશે.

Top Stories India
આર હરી કુમાર

વાઈસ એડમિરલ આર હરી કુમાર ને સરકાર દ્વારા ભારતીય નેવીના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવી છે છે. તેઓ અત્યારે પશ્ચિમી નેવી કમાનના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ છે, તેઓ 30 નવેમ્બરથી ઇન્ડિયન નેવી ચીફ તરીકે પોતાનો નવો કાર્યભાર સંભાળશે. તેની જાણકારી રક્ષા મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે કરી છે.

રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળના વર્તમાન વડા એડમિરલ કરમબીર સિંહ 30 નવેમ્બરે સેવામાંથી નિવૃત્ત થશે. આર હરિ કુમાર તે જ દિવસે બપોરથી પદભાર સંભાળશે.

આર. હરિકુમાર વિશે

12 એપ્રિલ 1962ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ આર. હરી કુમારને જાન્યુઆરી 1983માં ભારતીય નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં કમિશન આપવામાં આવ્યું હતું. હરી કુમારે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂંકોમાં પોતાની સેવાઓ આપી છે. વાઇસ એડમિરલ આર. હરી કુમારના ‘સી કમાન્ડ’ માં આઈએનએસ નિશંક, મિસાઈલ કોર્વેટ, આઈએનએસ કોરા અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ રણવીરનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિરાટનું પણ કમાન્ડ કર્યું છે.