Not Set/ VIDEO : સાઉદી અરેબિયાના ફેમસ સિંગરે આ રીતે કર્યા ગાંધીબાપુને યાદ, ગાયું આ ભજન

દુબઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પ્રખ્યાત ગીત ‘ વૈષ્ણવજન જન તો….’ ઘણા અવાજોમાં અને ઘણા દેશોમાં સાંભળ્યું હશે. સાઉદી અરેબિયાના પ્રસિદ્ધ સિંગર યાસિર હબીબે આ ભજનન એ પોતાના અવાજમાં રેકોર્ડ કરીને ગાંધીજીને યાદ કર્યા હતા. માત્ર ભારત દેશમાં  જ નહિ પરંતુ દુનિયાભરમાં મહાત્મા ગાંધીજીને લોકોએ ૧૫૦મી જન્મજયંતી પર યાદ કર્યા હતા. વ્યવસાયે બેંકમાં જોબ કરતા સિંગર […]

World Trending Videos
ya VIDEO : સાઉદી અરેબિયાના ફેમસ સિંગરે આ રીતે કર્યા ગાંધીબાપુને યાદ, ગાયું આ ભજન

દુબઈ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પ્રખ્યાત ગીત ‘ વૈષ્ણવજન જન તો....’ ઘણા અવાજોમાં અને ઘણા દેશોમાં સાંભળ્યું હશે. સાઉદી અરેબિયાના પ્રસિદ્ધ સિંગર યાસિર હબીબે આ ભજનન એ પોતાના અવાજમાં રેકોર્ડ કરીને ગાંધીજીને યાદ કર્યા હતા. માત્ર ભારત દેશમાં  જ નહિ પરંતુ દુનિયાભરમાં મહાત્મા ગાંધીજીને લોકોએ ૧૫૦મી જન્મજયંતી પર યાદ કર્યા હતા.

વ્યવસાયે બેંકમાં જોબ કરતા સિંગર યાસિર હબીબે ગાંધીજીના આ ભજનને વાચા આપીને પ્રેમ, શાંતિ અને સદભાવનો સંદેશ આપ્યો છે.

૨ ઓક્ટોમ્બરના રોજ દેશભરમાં અનેક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

વૈષ્ણવજન જન તો….’ભજન ૧૫મી સદીમાં નરસિહ મહેતાએ લખ્યું હતું. આ ભજનને ગુજરાતી ભાષામાં જ લખવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીનું આ પ્રિય ભજન હતું. ગાંધીજીની તમામ બેઠકોમાં આ ભજન ગાવામાં આવતું હતું.