Viral Video/ મહિલા સરપંચના પતિની દાદાગીરી, વિદ્યાર્થીને ગાળો આપતો વીડિયો થયો વાયરલ   

મહિલા સરપંચના ઘરે પહોંચ્યો ત્યારે મહિલા સરપંચના પતિએ તેને ગાળો આપી અને તેના હાથમાંથી ફોર્મ લઈને ફાડી નાખ્યું.પતિનો ગુસ્સો જોઈને મહિલા સરપંચે વિદ્યાર્થીને ત્યાંથી ભગાડી મૂક્યો.

Videos
સરપંચના પતિની દાદાગીરી

દાહોદના રેટિયા ગામમાં એક વિદ્યાર્થી સાથે મહિલા સરપંચના પતિની દાદાગીરી સામે આવી છે.સરપંચના ઘરે ગયેલા વિદ્યાર્થી સાથે મહિલા સરપંચના પતિએ દુર્વ્યવહાર કર્યો.થોડા દિવસ પહેલાં રેટિયા ગામમાં ગ્રામસભા યોજાઈ હતી.એ દરમિયાન એક વિદ્યાર્થીએ સરકારની યોજનાઓ અંગે ગામમાં બોર્ડ લગાવવા રજૂઆત કરી હતી.વોટસઅપ ગ્રૂપમાં ઉપયોગી નંબરો નાખવા માટે સૂચન કર્યું હતું.જે બાદ વિદ્યાર્થી ફોર્મ લઈને જ્યારે સહી કરાવવા મહિલા સરપંચના ઘરે પહોંચ્યો ત્યારે મહિલા સરપંચના પતિએ તેને ગાળો આપી અને તેના હાથમાંથી ફોર્મ લઈને ફાડી નાખ્યું.પતિનો ગુસ્સો જોઈને મહિલા સરપંચે વિદ્યાર્થીને ત્યાંથી ભગાડી મૂક્યો.આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો:અહીં થાય છે બાળમજૂરી : બારડોલી સુગર ફેક્ટરીમાં ઇજાગ્રસ્ત પાંચ પૈકી એક ‘બાળમજૂર’

આ પણ વાંચો:મોદી સરકાર અગ્નિપથ યોજના પણ પાછી ખેંચી લેશે… રાહુલ ગાંધીએ કૃષિ કાયદાનો ઉલ્લેખ કર્યો

આ પણ વાંચો:વિરાટ કોહલી કોરોના પોઝિટિવ, ઈંગ્લેન્ડ જતા પહેલા કરાવ્યો હતો રિપોર્ટ!