Video/ અંક્લેશ્વરમાં લોક ડાયરામાં થયેલા ફાયરિંગનો વીડિયો વાયરલ, યુવાને હવામાં કર્યું ફાયરિંગ

ભરૂચના અંકલેશ્વરમાં યુવાન દ્વારા હવામાં ફાયરિંગ કરાતું હોવાનો વીડિયો સામે આવ્યો છે.વીડિયોમાં યુવાન ડાયરામાં પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે.

Gujarat Others
ફાયરિંગ

ગુજરાતમાં અવાર-નવાર હવામાં ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. ભરૂચના અંકલેશ્વરમાં યુવાન દ્વારા હવામાં ફાયરિંગ કરાતું હોવાનો વીડિયો સામે આવ્યો છે.વીડિયોમાં યુવાન ડાયરામાં પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ કરતો નજરે પડી રહ્યો છે.તેમજ યુવાન ડાયરામાં હવામાં ફાયરિંગ સાથે નોટોનો વરસાદ પણ કરી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વરના પાનોલી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોના આધારે પોલીસ પણ સતર્ક થઈ હતી. જેમાં પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ચીમકી, કોને આપશે ગુલાબ?

આ પણ વાંચો :એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી પરણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, પોતાને ચાંપી આગ

આ પણ વાંચો :પલસાણામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો :  કોરોનાના સીધી અસર રાજ્યની રોજગારી પર,ગુજરાતમાં આટલા નવા બેરોજગારો નોંધાયા,જાણો