apologize/ કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે જાહેરમાં પોતાના નિવેદન બદલ માંગી માફી, કહ્યું…

કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે જાહેરમાં પોતાના નિવેદન બદલ માંગી માફી, કહ્યું…

Gujarat Others
બગોદરા 9 કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે જાહેરમાં પોતાના નિવેદન બદલ માંગી માફી, કહ્યું...

ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનના આહીર સહીત અન્ય સમાજમાં માઠી અસર પડી હતી. વિક્રમ માડમ ઉપર નારાજગી વ્યક્ત થતા વિક્રમ માડમે પોતાના વિવાદાસ્પદ નિવેદન અંગે જાહેર માફી માંગી. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માંડમે ચૂંટણી પ્રચાર દરમિયાન એવુ વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું કે આહિર સમાજની યુવતીએ મુસ્લિમ યુવાન સાથે લગ્ન કર્યા છે તો તેનો વિરોધ  જોઈએ નહિ. આ નિવેદનનો વિડીયો, વાયરલ થયો હતો. જેનો આહીર સહીતના અન્ય સમાજમાં ખુબ જ માઠી અસર પડી હતી અને વિક્રમ માડમનો વિરોધ કર્યો હતો. સમાજના કેટલાક લોકોએ તો ફોન કરીને વિક્રમ માડમ પર  નિવેદન માટે  નારાજગી વ્યક્ત કરી હતી.

Maharastra / મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં પ્રશાસક અને ગુજરાતના માજી ગૃહમંત્રી પ્રફુલ પટેલ સામે શંકાની સોય..!

ત્યારે હવે  વિક્રમ માડમે આહીર સમાજ તથા અન્ય સમાજની માફી માંગી હતી. વિક્રમ માડમે માફી માંગતા કહ્યું હતું કે સોશિયલ મિડીયાના માધ્યમથી જે શબ્દનો વપરાશ કર્યો છે તે એક યુવાનના પ્રશ્નના જવાબરૂપે બોલ્યો છુ. આ નિવેદનથી આહીર સમાજ કે અન્ય હિંદુ સમાજની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરુ છુ.

પાટણ / કોંગ્રેસ MLA કિરીટ પટેલની જાહેરમાં પ્રશાશન અને ભાજપને ખુલ્લી ચીમકી, કહ્યું….

ગુજરાત સરકાર લવજેહાદ સામે કડક કાયદો લાવવાની વાત કરે  છે. વિધાનસભાના આગામી અંદાજપત્ર સત્રમાં આ અંગે કાયદાકીય જોગવાઈ થઈ શકે છે તેવા સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્યે કરેલા આ નિવેદનથી સમાજમાં માઠી અસર થતી જોવા મળી રહી છે. આખરે ધારાસભ્યે સમાજની માફી માંગી હતી.