Not Set/ પંચમહાલના કાલોલમાં હિંસા ભડકી, અનેક ટીયરગેસના સેલ છોડાયા, અજંપા ભરી પરિસ્થતિ

@મોહસીન દાલ , પંચમહાલ.    ગૌમાંસ ઝડપાયાની અદાવતમાં ગત રાત્રે એક યુવકને માર મારવાના ઉગ્ર પ્રત્યાઘાતો…   કાલોલ શહેરમાં કોમી અરાજકતા જેવી જૂથ અથડામણને કાબુમાં લેવા મેદાનમાં ઉતરેલ પોલીસ તંત્રના કાફલા પર લઘુમતી ટોળાના બેફામ પથ્થરમારા ના હુમલા સામે ગોળીબાર અને સંખ્યાબંધ ટીયર ગેસના સેલ છોડયા..!!   જૂથ અથડામણના આ આંતકમાં કેટલીક દુકાનોમાં તોડફોડ થતા […]

Gujarat
IMG 20210710 WA0037 પંચમહાલના કાલોલમાં હિંસા ભડકી, અનેક ટીયરગેસના સેલ છોડાયા, અજંપા ભરી પરિસ્થતિ

@મોહસીન દાલ , પંચમહાલ. 

 

ગૌમાંસ ઝડપાયાની અદાવતમાં ગત રાત્રે એક યુવકને માર મારવાના ઉગ્ર પ્રત્યાઘાતો…

 

કાલોલ શહેરમાં કોમી અરાજકતા જેવી જૂથ અથડામણને કાબુમાં લેવા મેદાનમાં ઉતરેલ પોલીસ તંત્રના કાફલા પર લઘુમતી ટોળાના બેફામ પથ્થરમારા ના હુમલા સામે ગોળીબાર અને સંખ્યાબંધ ટીયર ગેસના સેલ છોડયા..!!

 

જૂથ અથડામણના આ આંતકમાં કેટલીક દુકાનોમાં તોડફોડ થતા બજારો ટપોટપ બંધ..

 

 

IMG 20210710 WA0038 પંચમહાલના કાલોલમાં હિંસા ભડકી, અનેક ટીયરગેસના સેલ છોડાયા, અજંપા ભરી પરિસ્થતિ

કાલોલ શહેરમાં ગત અઠવાડિયે મોટર સાયકલ પર ઝડપાયેલા ગૌમાંસના કિસ્સામાં શુક્રવારે સાંજે ગૌમાંસ અંગેની પોલીસને બાતમી આપવાની અદાવત રાખીને ગધેડી ફળિયાના એક દુકાનદારને બોરુ ટર્નિંગ પાસે આંતરીને કેટલાક લઘુમતી કોમના યુવકોએ અન્ય કોમના દુકાનદારને માર માર્યો હતો. જે મારામારી અંગે દુકાનદારે કાલોલ પોલીસને કરેલી ફરિયાદ અનુસાર શનિવારે સવારે કાલોલ પોલીસે કાર્યવાહી કરી દુકાનદાર સાથે મારામારી કરતા ત્રણ લઘુમતી યુવકોને પોલીસ સ્ટેશનમાં અટકાયત કરી લાવવા સામે બપોરે એક વાગ્યાના સુમારે કેટલાક લઘુમતી કોમના લોકટોળાં ધીમે ધીમે પોલીસ સ્ટેશન સામે જમા થઈને પછી મોટા ટોળાં થઈ જતા પોલીસ કાર્યવાહી સામે ઉશ્કેરાટમાં આવીને મારો.. મારો જેવી કિકિયારીઓ પાડીને લઘુમતી કોમના લોકટોળાં ઓએ પોલીસ સ્ટેશન સામેના હાઈવે રોડથી ગધેડી ફળિયા વિસ્તારમાં મારો… કાપોની બુમો પાડી છુટા હાથથી પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો.

IMG 20210710 WA0036 e1625928084945 પંચમહાલના કાલોલમાં હિંસા ભડકી, અનેક ટીયરગેસના સેલ છોડાયા, અજંપા ભરી પરિસ્થતિ

જે સુમારે કેટલાક ઈસમોએ ગધેડી ફળિયાના ફરીયાદી દુકાનદારની દુકાન સહિત એક કોમના માલિકોની દુકાનોમાં ઘુસીને દુકાનની તોડફોડ કરીને દુકાનનો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. આમ કાલોલ શહેરમાં શનિવારે બપોરના સુમારે અચાનક લઘુમતી કોમના ટોળાંઓએ રસ્તા પર આવીને છુટા હાથે પથ્થરમારો કરી આતંક મચાવતા વાયુવેગે શહેરનું વાતાવરણ તંગ બની જતાં બજારોમાં દુકાનદારોએ પોતાના શટર બંધ કરીને સુરક્ષિત સ્થળે પહોંચી પોતાનો બચાવ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ઉપદ્રવીઓએ અનેક ગધેડી ફળિયાથી ભાથીજી મંદિર સુધીની દુકાનો, રહેણાંક વિસ્તારો અને એકલ દોકલ વાહનો અને વાહન ચાલકોની તોડફોડ કરી ઉપદ્રવ મચાવી દીધો હતો.

જે સમગ્ર ઘટના અને લોકટોળાં સામે કાલોલ પોલીસે સમયસર જિલ્લા પોલીસની મદદ માગી પોલીસ કાફલા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવામાં ફાયરીંગ સહિત ટીયર ગેસના સેલ છોડીને લોકટોળાંઓને પાછા પાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે લઘુમતી કોમના ઉપદ્રવ સામે કેટલાક હિન્દુ સમિતિના પણ લોકટોળા આવી જતાં એક સમયે કાલોલ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

IMG 20210710 WA0039 પંચમહાલના કાલોલમાં હિંસા ભડકી, અનેક ટીયરગેસના સેલ છોડાયા, અજંપા ભરી પરિસ્થતિ

કાલોલના આજના હિંસક હુમલામાં પોલીસ અધિકારીઓ સમેત કર્મચારીઓ લોહીલુહાણ થતા પોલીસ લાલઘૂમ..!

કાલોલ શહેરમાં આજ બપોરે અચાનક સર્જાયેલ આ કોમી તંગદીલી ફેલાવતી જૂથ અથડામણના બનાવને કાબુમાં લેવા માટે ઘટનાસ્થળે દોડી ગયેલ પોલીસ તંત્રના કાફલા પર જે પ્રમાણે એક પછી એક વિસ્તારોમાં હથિયારો સાથે તોફાની તત્વોએ કરેલ પથ્થરમારો આ એક આયોજનબદ્ધ હુમલાનું ષડયંત્ર હોવાના દ્રશ્યો દરેક ઠેકાણે દેખાયા હતા. કાલોલ શહેરમાં પોલીસ તંત્ર પર લઘુમતી ટોળાના આ હિંસક હુમલામાં ગોધરા એલ.સી.બી. પી.આઈ.ડી.એન.ચુડાસમા અને કાલોલ પોલીસ મથકના પી.એસ.આઈ. મોહબ્બતસિંહ માલવીયા સહિત અનેક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને ૪ જેટલી ૧૦૮એમ્બ્યુલન્સો દોડી આવી ઘાયલ પોલીસ કર્મીઓને ઘટનાસ્થળે જ સારવાર આપવા મજબૂર બન્યા.આ ઘટના પગલે ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સમેત સમગ્ર પંચમહાલનો પોલીસ સ્ટાફ કાલોલ શહેરમાં ખડકાઈ જઈને સમગ્ર વિસ્તારને ઘેરાબંદી કરવામાં આવીને મોટા પાયે કોમ્બિંગ હાથ ધર્યુ છે.અનવ કાલોલ શહેરને અજંપાની અરાજકતા ફેરવવાના આજના દંગલમાં પોલીસ તંત્રએ ૫૦ થી વધારે હુમલાખોરોને ઝડપી પાડ્યા છે.અને ૪૦ જેટલા વાહનો ડિટેઈન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.