Ahmedabad/ વિપુલ ચૌધરીની હંગામી જામીન અરજી હાઈકોર્ટે એ ફગાવી, હવે આ રીતે લડશે ચૂંટણી

વિપુલ ચૌધરીની હંગામી જામીન અરજી હાઈકોર્ટે એ ફગાવી, હવે આ રીતે લડશે ચૂંટણી

Top Stories Ahmedabad
ધાનેરા નગરપાલિકા 4 વિપુલ ચૌધરીની હંગામી જામીન અરજી હાઈકોર્ટે એ ફગાવી, હવે આ રીતે લડશે ચૂંટણી

નાણાકીય કૌભાંડમાં જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણા દુધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. વિપુલ ચૌધરીની જોડિયા ખેરાલુ સહકારી મંડળીને અમાન્ય ઠેરવતા સરકારના નિર્ણય પર હાઈકોર્ટે ગુરુવારે સ્ટે મુકતા વિપુલ ચૌધરીને રાહત મળશે તેમ લાગી રહ્યુ હતુ.

પરંતુ કોર્ટે આજે તેની હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. ચૂંટણી લડવા સંદર્ભે વિપુલ ચૌધરીએ હંગામી ધોરણે જામીન માટે અરજી કરેલી જે ફગાવાઈ દેવાઈ છે. હવે નિયમિત જામીન માટે તેણે કરેલી અરજી પર 13 જાન્યુઆરીએ સુનાવણી થશે.

નિયમિત જામીન અરજી મુદ્દે કોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. હવે વિપુલ ચૌધરીએ જેલમાં રહીને જ ચૂંટણી લડવી પડશે. તે પોલીંગ એજન્ટ અને ઈલેક્શન એજન્ટ નીમીને પ્રચાર કાર્ય કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, ખેરાલુ ની જોડિયા દૂધ ઉતાપ્દક મંડળીના ઉમેદવારી ફોર્મમાં વિપુલ ચૌધરીને “ક” વિભાગમાં મુકતા વિવાદ સર્જાયો હતો. “ક” વિભાગમાં મુકાતા વર્ગીકરણના નિયમ પ્રમાણે વિપુલ ચૌધરી નું ફોર્મ રદ થતું હતું.  ગુજરાત હાઇકોર્ટે “ક” વિભાગના ઉમેદવારી પત્ર ઉપર સ્ટે  આપ્યો છે. વિપુલ ચૌધરીને ચૂંટણી લડવાની લીલી ઝંડી મળી છે. 05 મી જાન્યુઆરી દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાવાની છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણાની દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડમાં જેલમાં બંધ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં જમીન મુદ્દે અપીલ કરી હતી. અને રજૂઆત કરી હતી કે, તેમને રાજકીય અદાવત અને તેઓ આગામી દૂધસાગર ડેરીની મેનેજિંગ કમિટીની ચૂંટણી ન લડી શકે તે માટે કિન્નાખોરી રાખીને આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ અને નિવેદન લેવાના બહાને આવેલા અધિકારીઓએ તેમની ધરપકડ કરી છે. તેમણે કેસને લગતી વિગતો અને માહિતી આપી દીધી હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે.  તેઓ સમાજમાં નામના ધરાવે છે અને જામીનની શરતોનું પાલન કરવા તૈયાર હોવાથી તેમને જામીન મળવા જોઇએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…