Not Set/ Viral Video/ ઓનલાઈન ઈન્ટરવ્યું લઇ રહ્યો હતો પતિ, ત્યારે જ ન્હાહીને નિકળી પત્નિ અને પછી…

  કોરોનાવાયરસનાં કારણે દુનિયાભરથી લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોએ ઘરેથી કામ કર્યું હોય. સ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં અનેક વિચિત્ર વીડિયો પણ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, પરંતુ આ વીડિયો ઓફિસનું કામ કરતી વખતે કેવા પ્રકારનાં પડકારનો સામનો કરવો […]

Videos
ee5e88adbbdc7f5c1f89a659e6e5d577 Viral Video/ ઓનલાઈન ઈન્ટરવ્યું લઇ રહ્યો હતો પતિ, ત્યારે જ ન્હાહીને નિકળી પત્નિ અને પછી...
 

કોરોનાવાયરસનાં કારણે દુનિયાભરથી લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોએ ઘરેથી કામ કર્યું હોય. સ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં અનેક વિચિત્ર વીડિયો પણ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, પરંતુ આ વીડિયો ઓફિસનું કામ કરતી વખતે કેવા પ્રકારનાં પડકારનો સામનો કરવો પડો છે તેનો જીવંત દાખલો છે. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યાં છે. આ વીડિયો ઘરેથી કામ દરમિયાન ઇન્ટરવ્યું લેતી વખતે બનાવવામાં આવ્યો હતો. જો કે તેને અનહોની કહી શકાય. ઇન્ટરવ્યું લાઇવ હોવાથી વીડિયો કોમેરામાં તે કેપ્ચર થઇ ગયુ હતુ.

સમાચાર મુજબ આ વીડિયો બ્રાઝિલનો છે. અહીં, ટીવી એન્કર ફેબીયો પોર્ચેટ ઇન્સ્ટાગ્રામ પર બ્રાઝિલનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઉમેદવાર ગુલ્લેર્મ બુલોસનું લાઇવ ઇન્ટરવ્યું લઈ રહ્યા હતા. ત્યારબાદ અચાનક કંઈક ફેબીયોની પાછળથી નીકળતુ દેખાય છે. બસ તેને જોઇને જ, બાઉલસ પોતાનુ હસવું રોકી શક્યા નહીં. આપને જણાવી દઇએ કે, જ્યારે બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી, તે દરમિયાન, ફેબીયોની પત્ની નટાલી ન્હાવાનાં કપડામાં ત્યાથી પસાર થઇ હતી. તેણીએ તે જ સમયે સ્નાન કર્યું હતું પણ તે જાણતી ન હોતી કે પતિ ઇન્ટરવ્યું લઈ રહ્યા છે. અચાનક કેમેરો જોતા જ તે નીચે નમીને ત્યાંથી નીકળી ગઈ પણ કેમેરાની ફ્રેમમાં તે આવી ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.