Not Set/ બાળકે લોલીપોપ ખાવા માટે નીકળ્યો આ જુગાડ, વીડિયો જોઇને તમે પણ કહેશો ‘વાહ…’

સોશિયલ મીડિયા પર બાળકોના ઘણા સુંદર વીડિયો અને ફોટા વાયરલ થતા હોય છે. તે કહેવું ખોટું નહીં હોય કે બાળકોની સામગ્રી ઇન્ટરનેટ પર સૌથી પસંદ કરવામાં આવે છે.

Videos
A 221 બાળકે લોલીપોપ ખાવા માટે નીકળ્યો આ જુગાડ, વીડિયો જોઇને તમે પણ કહેશો 'વાહ...'

સોશિયલ મીડિયા પર બાળકોના ઘણા સુંદર વીડિયો અને ફોટા વાયરલ થતા હોય છે. તે કહેવું ખોટું નહીં હોય કે બાળકોની સામગ્રી ઇન્ટરનેટ પર સૌથી પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં જ એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે તમારું હસવાનું રોકી નહીં શકો.

મોટા થયા પછી, જે વસ્તુ આપણે સૌથી વધુ મિસ કરીએ છીએ તે છે આપણું બાળપણ. સ્કૂલે જવું, મિત્રો સાથે ક્લાસ બંક કરવા, પાછળની બેચ પર બેસીને અને ટિફિન ખાવું. તમે આ બધાને હવે કેટલું યાદ કરો છો? આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેને જોયા પછી તમે બાળપણની ગલીઓ પર પાછા આવશો.

બાળકોને લોલીપોપ સવથી વધુ પસંદ હોય છે અને તેઓ તેને ખાવા માટે કોઈ પણ જુગાડ શોધી લેતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બાળકે લોલીપોપ ખાવાની જુદી રીત અપનાવી છે. અને લોકોને આ રીત ખુબ જ પસંદ પણ આવી રહી છે.

આ વીડિયો આઈએએસ અધિકારી અવનીશ શરણએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો એક સ્કૂલનો છે જ્યાં ઘણા બાળકો એકબીજાની પાછળ  કતારમાં ઉભા છે. બધા બાળકોના હાથ જોડાયેલા અને આંખો બંધ છે અને  ‘ઇતની શક્તિ હમ દેના દાતા’ પ્રાર્થના  ગાઇ રહ્યા છે. પરંતુ આ લાઇનમાં એક બાળક પણ છે, જેની નિર્દોષતા જોઈને લોકો હસ્યા વિના રહી  શકતા નથી. આ બાળક તેના બે હાથ વચ્ચે લોલીપોપ  દબાવને પ્રાર્થના ગાતા  ધીરે ધીરે ખાય રહ્યો છે.

લોકો આ વીડિયો જોયા પછી તેમના સ્કુલના દિવસો યાદ કરી રહ્યાં છે. વીડિયો જોઈને લોકો આ બાળકના લોલીપોપ ખાવાના અંદાજને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેંટ્સ પણ કરી રહ્યા છે.